વલસાડઃ સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય પદે રાહેનાર દોલતભાઈ નાથુભાઈ દેસાઈ, જેઓ વલસાડના મૂળ વાગલધરા ગામના વતની છે. તેમનું લાંબી માંદગી બાદ સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. શનિવારે સાંજે તેમના અવસાનની ખબર વલસાડમાં પહોંચતાં સમગ્ર વલસાડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેઓ ભાજપના અગ્રણી અને કાર્યકર અને વલસાડ જિલ્લામાં ભાજપનો પાયો નાખનાર પીઠ કાર્યકર્તા હતાં.
વલસાડના ધારાસભ્ય દોલતભાઈ દેસાઈનું અવસાન દોલતભાઈ નાથુભાઈ દેસાઈ તેમની મૃદુવાણીથી લોકોમાં જાણીતા હતા. સીધો સરળ સ્વભાવ અને હાજર જવાબીપણાને કારણે લોકોમાં તેઓ લોકપ્રિય હતા. રવિવાર વહેલી સવારે તેમના પાર્થિવ દેહને સુરતથી તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યો છે. વલસાડમાં તેમની અંતિમ યાત્રા નિકળી હતી. જેમાં વલસાડ જિલ્લાના અગ્રણીઓ રાજકારણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.
વલસાડના ધારાસભ્ય દોલતભાઈ દેસાઈનું અવસાન દોલતભાઈ રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા. સુરતથી રવિવારે વહેલી સવારે તેમના ગામ વાઘલધરા ખાતે તેમના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. તેમની અંતિમવિધિમાં રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર સાંસદ કે. સી. પટેલ ધારાસભ્ય કનુ દેસાઈ, ધારાસભ્ય ભરત પટેલ તેમજ મંગુભાઇ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વલસાડના ધારાસભ્ય દોલતભાઈ દેસાઈનું અવસાન સાંસદ ડૉક્ટર કે.સી પટેલે જણાવ્યું કે, દોલત કાકાના અવસાન થતાની સાથે ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લામાં એક પીઢ કાર્યકર ગુમાવ્યો છે. તેઓ ઉભરતા રાજકારણીઓ માટે એક માર્ગદર્શક તરીકે બની રહ્યાં હતાં, આ સાથે જ તેઓ વડીલ હોવાને નાતે તેમના ચાલ્યા જવાથી ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડશે.
વલસાડના ધારાસભ્ય દોલતભાઈ દેસાઈનું અવસાન ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, દોલત કાકાના જવાથી એક વડીલ અને વિદ્વાન વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યો છે. રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરએ જણાવ્યું કે, રાજકારણમાં ખૂબ જ સક્રિય રહેનારા કાકા અમારા તમામ પ્રધાનોના અને રાજકારણીઓના ગુરૂ સમાન રહ્યા છે, અને તેમની અચાનક વિદાયથી પાર્ટીને મોટી ખોટ પડશે છે. આ ખોટ સદાય રહેશે, અને તેમના કામોને લોકો હંમેશાં યાદ રાખશે.