- ICICI બેકમાં ગોલ્ડ લોન મારફતે છેતરપીંડી કરનાર 14 આરોપીઓની ધરપકડ
- નકલી સોનુ મૂકી 20.85 લાખની કરી છેતરપીંડી
- પોલીસે મુખ્ય સૂત્રધાર સાથે 14 આરોપીઓનીઓ ધરપકડ કરી
વાપી: વલસાજની ICICI બેંકમાં સોનાના દાગીનાની ઓણખ સ્ટોન રબીંગ ટેસ્ટ તથા નાઇટ્રીક એસીડ ટેસ્ટ મારફતે થાય છે. આ સામાન્ય સમજણ આધારે વલસાડ જિલ્લાના ભિલાડ ખાતેની ICICI બેંકમાં નકલી ધાતુના દાગીના ઉપર જાડો સોનાનો ઢોળ ચઢાવી ખરૂ સોનુ સાબિત કરી 20 મોર્ગેઝ એકાઉન્ટ ખોલી 20.85 લાખની છતરપિંડી કરી હતી. બેન્કને આ વિશે જાણ થયા તેમણે પોલીસ ફરીયાદ કરી હતી. ફરીયાદને આધારે પોલીસે ભેજબાજોમાંથી 14 આરોપીની ધરપકડ કરી હતી.
નકલી સોના પર 20 લાખ ઉપરની લોન મેળવી
વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ આ કૌભાંડ અંગે વિગતો આપી હતી કે, ICICI બેંકની ભિલાડ શાખામાં વર્ષ 2019થી 2020 દરમ્યાન 17 જેટલા અલગ અલગ ગ્રાહકોએ કુલ 20 ગોલ્ડ લોન બેન્ક એકાઉન્ટ ખોલાવી 803.6 ગ્રામ નકલી ધાતુના દાગીનાને સોનાના દાગીનામાં ખપાવી ગોલ્ડ લોન પેટે મુકી રૂપિયા 20,85,870 ની લોન લીધી હતી પણ ત્યારબાદ ગ્રાહકોએ વ્યાજ સહિતની રકમ બેન્કને ચુકવી નહોતી.
વલસાડ: નકલી સોના પર ભેજાબાજોએ મેળવી 20 લાખની લોન, પોલીસે કરી ધરપકડ આ પણ વાંચો : સેલવાસમાં વૃદ્ધ દંપતીના ફ્લેટમાંથી તસ્કરો 7 લાખથી વધુનાં દાગીના ચોરી ગયા
ઓડિટ દરમ્યાન નકલી સોનાનું કૌભાંડ બહાર આવ્યું
આ અંગે બેંકના ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે લોન પેટે મુકેલું સોનુ નકલી છે. જે અંગે બેંકના બ્રાન્ચ મેનેજરે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે બેન્ક સાથે છેતરપિંડી કરનારા ગ્રાહકો પૈકીના 14 આરોપીની ધરપકડ કરી હતી.
ભેજાબાજો ગોલ્ડ લોન પ્રોસેસથી વાકેફ હતાં
તપાસ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ત્રણેય સુત્રધારો ગોલ્ડ લોન કેવી રીતે મેળવવી તેની પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હતા અને બેંકમાં સોનાના દાગીનાનું સ્ટોન રબીંગ ટેસ્ટ તથા નાઇટ્રીક એસીડ ટેસ્ટ મારફતે ટેસ્ટ થતો હોવાને કારણે અન્ય ધાતુના દાગીના ઉપર જાડો સોનાનો ઢોળ ચડાવીને ખોટા દાગીનાઓને સોનાના દાગીનામાં ખપાવીને લોન મેળવી હતી.
આ પણ વાંચો : ગાંધીનગરમાં સાધુનું રૂપ ધારણ કરી સોનાના દાગીનાની લૂંટ કરતા બે શખ્સોની ધરપકડ
મુખ્ય આરોપી રીઢો ગુનેગાર
પકડાયેલ આરોપી સુરજ નંદકીશોર શાહુ મુળ રાજસ્થાનનો છે, તે વિરારમાં રહેતા તેના મિત્ર પાસેથી આ સોનાના ઢોળ ચડાવેલા દાગીના મેળવતો હતો. તપાસ દરમિયાન આરોપી મુખ્ય રફીક હુસેન શેખ અગાઉ 1999 માં 22 મહિના બાળાત્કારના કેસમાં જેલમાં રહીને આવેલો છે તેમજ RPF કેસમાં ભંગારની ચોરીમાં, રેલવે ટિકિટના કાળા બજારીમાં પકડાયેલ રીઢો આરોપી છે. હાલ પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.