નવેમ્બર મહિનામાં જ આંબા પર મોર આવતા ખેડૂતને મબલખ પાકની આશા બંધાઈ વલસાડઃ 64 એકરના ઓર્ગેનિક ફાર્મમાં આંબાના ઝાડ પર મોર ખીલ્યા છે. ઉમરગામના બિલિયા ખાતે આ ફાર્મના ખેડૂતને આ વર્ષે મબલખ પાક થવાની આશા જન્મી છે. સમગ્ર જિલ્લામાં આ ફાર્મમાં સૌ પ્રથમ મોર(મંજરી) ખીલી ઉઠી છે. જો કોઈ કુદરતી આફત નહિ આવે તો આ વર્ષે કેરીનો મબલખ પાક ઉતરવાની ગણતરી છે.
દોઢ મહિના પહેલા મોર આવ્યાઃરાજેશકુમારે પોતાની 64 એકરના મેંગો ફાર્મમાં ચોવીસો આંબાના ઝાડ વાવ્યા છે. જેમાં આ વર્ષે નવેમ્બર મહિનામાં જ ફલાવરિંગ(મંજરી-મોર) જોવા મળતા તેઓ આનંદિત છે. સામાન્ય સંજોગોમાં ડિસેમ્બર અંતમાં કે જાન્યુઆરીમાં આંબા પર મોર બેસતા હોય છે. જે આ વખતે દોઢેક મહિના વહેલા આવ્યા હોય કેરીનું ઉત્પાદન વહેલું અને વધુ થવાની આશા છે.
ઓર્ગેનિક મેંગો ફાર્મ વિશેઃ રાજેશકુમાર શાહ બિલિયા ગામે 64 એકરનું મેંગો ફાર્મ ધરાવે છે. જેમાં 27 એકરમાં 70 થી 80 વર્ષ જૂના હાફૂસના જૂના ઝાડ છે. બાકીની વાડીમાં 12થી 15 વર્ષ જૂના હાફૂસના ઝાડ છે. આ ફાર્મમાં હાફૂસ ઉપરાંત બહુ ઓછી સંખ્યામાં કેસર, બદામ, તોતાપુરી, પાયરી જાતની કેરીના ઝાડ છે.રાજેશકુમાર દર વર્ષે 2.50 લાખ કિલો આફુસનું ઉત્પાદન મેળવે છે. તેઓ પોતાના ફાર્મમાં રાસાયણિક ખાતરને બદલે પોતાના ફાર્મમાં જ બનાવેલું છાણીયું ખાતર વાપરે છે.
પાંચ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યાઃ ઉમરગામ તાલુકાના બિલિયા ગામના ખેડૂત રાજેશકુમાર શાહ ખેતીક્ષેત્રે પોતાની કોઠાસુઝથી ઓછા ખર્ચે હાફૂસ કેરીમાં મબલખ ઉત્પાદન મેળવે છે. ઓર્ગેનિક્સ ફર્ટિલાઈઝર વાપરીને ખેતીને આ વિસ્તારમાં પ્રચલિત કરવા બદલ તેમણે કૃષિક્ષેત્રે પાંચ જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે. 17વર્ષની વયે ખેતીને મુખ્ય વ્યવસાય બનાવનાર રાજેશકુમાર શાહે હાફૂસ કેરીના ઝાડને ગ્રેડિંગ અને ગર્લિંગ પદ્ધતિ થકી દેશના ખેડૂતોને મબલખ કેરીનું ઉત્પાદન મેળવતા કર્યા છે.
- Surat APMC : ખેડૂતો પાસેથી ટામેટા અને કેરી લઈ સુરત એપીએમસી 17 પ્રોડક્ટ્સ બનાવી વિદેશમાં વેચી રહી છે
- Kutch News : વાવાઝોડાએ વિનાશ વેર્યો, કચ્છનો ખેડૂત કેરી પર બેસીને કુદરતને કોસી રહ્યો છે, જૂઓ વાયરલ વીડિયો