વલસાડ :વલસાડની LCBએ નવીનકોર કિયા સેલ્ટોસ કારમાં રાજસ્થાન તરફ લઈ જઈ રહેલા 25 લાખના ગાંજાનો જથ્થો (marijuanas worth 25 lakhs was seized in Valsad) ઝડપી લીધો હતો. કારનો ફિલ્મી ઢબે પીછો કરતા પકડાઈ જવાના ડરથી કારચાલક તેમજ તેની સાથે અન્ય એક યુવાન કારને ધમડાથી નજીક હાઇવે ઉપર મૂકીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
વલસાડ LCBએ નવી કારમાંથી લાખોનો ગાંજો કર્યો કબજે નવી નકોર કારમાં લઈ જવાતો જથ્થો ઝડપાયો :એલસીબીને મળેલી પૂર્વ બાતમીને આધારે પારડી હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે નવી નકોર કિયા સેન્ટોસ કારમાં લઈ જવામાં આવી રહેલા ગાંજાના જથ્થા અંગે શંકા ગઈ હતી જેના આધારે પોલીસે કારને ઇશારો કરી અટકાવવા પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે કાર હંકારી મૂકી હતી જે બાદ પોલીસે કારનો પીછો કરતા ધમડાચી હાઇવે ઉપર હાઇવે જામ કરી કાર અટકાવી દીધી હતી. જો કે પકડાઈ જવાનો ડરથી કાર ચાલક બે યુવકો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા.
કારમાંથી પ્લાસ્ટિકની 125 જેટલી બેગ મળી આવી :કિયા સેલ્ટોસ નવી નોકોર કારમાં પોલીસે તપાસ કરતા પ્લાસ્ટિકની 125 જેટલી નાની મોટી બેગ મળી આવી હતી જેની અંદર ગાંજાનો 254 કિલોગ્રામ જેટલો જથ્થો ભર્યો હતો. જેની અંદાજિત કિંમત 25 લાખથી વધુની છે. પોલીસે આ ગાંજાનો જથ્થો કબજે લીધો હતો અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો દર શરૂ કર્યો છે.
પોલીસે ઝડપેલી કાર 5 ઓક્ટોબરે ખરીદવામાં આવી હતી :પોલીસે જે કારમાંથી ગાંજો પકડ્યોએ નવી નકોર કાર 5 ઓક્ટોબરના રોજ ખરીદવામાં આવી હતી અને આ કારને તપાસ કરતા તેની અંદરથી કારના કાગળો તેમજ ઇન્સ્યોરન્સ મળી આવ્યું હતું. જેમાં આકાર રાજસ્થાનના ગંગાપુર વિસ્તારમાં રહેતા કોઈ મુકેશ નામના હોવાનું જાણવા મળ્યું છે. કારના માલિકની કોઈ સંડોવણી છે કે કેમ તે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાગી છૂટેલા આરોપીને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ :વલસાડ ડીવાયએસપી મનોજ શર્માના જણાવ્યા અનુસાર પોલીસે કારનો પીછો કર્યા બાદ પકડાઈ જવાના ડરથી કારમાં સવાર 2 યુવાનો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. આ બંને યુવકોને પકડવા માટે પોલીસે નજીકના ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ એમ જ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ તેમજ સહિતના કેટલાક સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
નવી કાર હોવાથી પોલીસને હેરાફેરી માટે શંકા જતી નથી :DySpના જણાવ્યા અનુસાર નવીનકોર ખરીદેલી કારમાં નંબર પ્લેટ ન હોવાથી પોલીસને ગાંજાની હેરાફેરી કે અન્ય ગેર કાનૂની પ્રવૃત્તિ કરનારાઓની શંકા જતી નથી હોતી. જેના કારણે તેઓ નવી કારો ખરીદી ગેરકાનૂની પ્રવૃત્તિઓ આદરતા હોય છે, પરંતુ પોલીસને મળેલા ઇનપુટના આધારે પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધો છે.
સાઉથમાંથી ગાંજો ખરીદી રાજસ્થાન લઈ જતા હોવાનું અનુમાન :DySP મનોજ શર્માના જણાવ્યા અનુસાર પોલીસને કારની અંદરથી મળી આવેલા કેટલાક દસ્તાવેજો અને કાગળો ઉપરથી કાર રાજસ્થાનની હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ તો પોલીસ એવું માની રહી છે કે, આ તમામ જથ્થો દક્ષિણમાંથી ખરીદી કરી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો હતો.