- વલસાડ રૂરલ પોલીસ મથકના હદમાં વાહન ચેકીંગમાં ગાંજા નો જથ્થો ઝડપાયો
- પોલીસે 1 વ્યક્તિની કરી ધરપકડ
- ટેમ્પો ટ્રાવેલર બસમાં રોકીને તપાસ કરતાં ગાંજાનો જંગી જથ્થો મળી આવ્યો
વલસાડઃ જિલ્લા પોલીસ દ્વારા હાલ હાઇવે પર કડક વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ તેમ જ તેની હેરાફેરી બાબતે કડક વલણ અપનાવતા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી પોલીસને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદથી મુંબઇ હાઈવે પરથી પસાર થઇ રહેલા એક ખાનગી ટેમ્પો ટ્રાવેલર બસમાં રોકીને તપાસ કરતાં ગાંજાનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
અંદાજીત 286 કિલો ગાંજો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન
મુંબઈથી અમદાવાદ તરફ જઇ રહેલી એક ખાનગી ટેમ્પો ટ્રાવેલર પોલીસે વાહન ચેકિંગ અભિયાન દરમિયાન વલસાડ રૂરલ પોલીસ મથકની હદમાં વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલને અટકાવી તપાસ કરતા 286 કિલો ગાંજાનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. તેની કિંમત 28 લાખ કરતાં પણ વધુ હોઈ શકે છે. જોકે હાલ તો પોલીસે ટેમ્પો ટ્રાવેલર ચાલકને ધરપકડ કરી છે અને ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
વલસાડ LCBએ લાખોનો ગાંજો ઝડપી લીધો મોડી રાત્રે વાહનચેકિંગ દરમિયાન પોલીસને મળી સફળતા
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અને તેના વેચાણ બાબતે કડક અપનાવવા માટે દરેકને નિર્દેશ કર્યો હતો. જે અંતર્ગત પોલીસ દ્વારા દરેક જગ્યા પર કામગીરી કરવામાં આવી રહી છે. જે પૈકી વાહન ચેકિંગ અભિયાન દરમિયાન મોડી રાત્રે લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા રૂરલ પોલીસ મથકના વિસ્તારમાં કરાયું હતું. જેમાં પોલીસને ગામડામાં જંગી જથ્થો મળી આવ્યો છે. હાલ તો પોલીસે ખાનગી ટેમ્પો ટ્રાવેલરના ચાલક અને ટેમ્પો ટ્રાવેલર બંને કબજે લઇ વલસાડ રૂરલ પોલીસ મથકને સોંપ્યા છે અને વધુ તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા શરૂ કરવામાં આવી છે.