દેશ આજે ગ્રાહક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ગ્રાહકોને વિવિધ કેસમાં તેમના હક્ક અપાવનાર વલસાડ જિલ્લાની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વર્ષ દરમિયાન 300 જેટલા કેસ નોંધાયા છે. જેમાં મોટાભાગના કેસ મેડિકલ ઈન્શ્યોરન્સ કંપની સામેના છે. મહત્વનું છે કે, ગ્રાહકો તેમના મૂળભૂત હક્કો અંગે જાગૃત નહીં હોવાને કારણે ગ્રાહકે વીમા કંપનીમાં પૈસા ભર્યા હોવા છતાં ક્લેઈમ આપવા સમયે વીમા કંપની આનાકાની કરે છે. આવી કંપનીઓ સામે ગ્રાહક દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરાતા મોટાભાગના કેસમાં ગ્રાહક તરફી ચુકાદો આવે છે અને ગ્રાહકને વળતર આપવા કોર્ટ તરફથી હુકમ કરવામાં આવે છે.
વલસાડ: ગ્રાહક સુરક્ષા કોર્ટમાં મેડિકલ ઈન્શ્યોરન્સના વધી રહ્યાં છે કેસ - Medical Insurance
વલસાડ: આજે સમગ્ર દેશ ગ્રાહક દિવસની ઉજવણી કરી રહ્યું છે. વલસાડ જિલ્લામાં વર્ષ દરમિયાન 200થી વધુ કેસ ગ્રાહક ફરિયાદોના નોંધાયા છે. ગ્રાહક સુરક્ષાના પડતર કેસનો 90 દિવસમાં નિકાલ કરવાનો હોય છે, પરંતુ અન્ય કેસનું ભારણ હોવાને કારણે 6 માસ સુધી પણ પડતર કેસનો નિકાલ આવતો નથી. ગ્રાહક માટે સંતોષની વાત એ છે કે, 100માંથી 80 કેસમાં નિર્ણય ગ્રાહક તરફી આવે છે.

ગ્રાહક ભવન
સુરક્ષા કોર્ટમાં મેડિકલ ઈન્શ્યોરન્સના વધી રહેલા કેસ
આ ઘટના અંગે માહિતી આપતા એડવોકેટ દેવાંગ આચાર્યએ જણાવ્યું કે, વલસાડ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આ વર્ષે 300 જેટલા કેસ નોંધાયા છે. જેમાં દર મહિને 20થી 25 કેસનો નિકાલ કરવામાં આવે છે. મહત્વનું છે કે, ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગ્રાહકની ફરિયાદનો 90 દિવસમાં નિકાલ કરવાનો હોય છે. પરંતુ વલસાડ જિલ્લામાં વધી રહેલા કેસના ભરાવાને કારણે કેસનો નિકાલ થતાં 6 મહિના જેટલો સમય લાગી જાય છે. હાલ વલસાડ જિલ્લામાં 200 જેટલા કેસ પડતર હોવાનું ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું.