ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડઃ છીપવાડ રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે રાજનેતાઓએ જ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

વલસાડ જિલ્લામાં છેલ્લા સાત માસથી સમારકામને લઈને બંધ કરવામાં આવેલું છીપવાડ ગરનાળું સોમવારના રોજ તેની કામગીરી પૂર્ણ થયા બાદ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ ગરનાળું ખુલ્લુ મુકતાની સાથે જ ખેરગામ રોડ ઉપર આવેલા 20થી વધુ જેટલા ગામોના લોકોને વલસાડ શહેરમાં પ્રવેશ મેળવવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. જોકે આ કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ કરવા માટે આવેલા સાંસદ અને ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો અને પાલિકાના લોકો ટોળે ભેગા થયા હતા.

વલસાડ છીપવાડ રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે રાજનેતાઓએ જ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
વલસાડ છીપવાડ રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે રાજનેતાઓએ જ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

By

Published : Jun 22, 2020, 7:55 PM IST

વલસાડઃ શહેરના છીપવાડ ખાતે આવેલા રેલવે ગરનાળાનું સમારકામ છેલ્લા સાત મહિનાથી ચાલી રહ્યું હતું, જે સોમવારના રોજ પૂર્ણ થયા બાદ લોકો માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજનેતાઓ એટલે કે ધારાસભ્ય સાંસદ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા અને તેમણે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.

વલસાડ છીપવાડ રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે રાજનેતાઓએ જ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

ગરનાળાના લોકાર્પણ પૂર્વે સાંસદ ડૉ. કે.સી.પટેલ, ધારાસભ્ય ભરત પટેલ અને કનુ દેસાઈ તમામ એકબીજાના મીડિયા લગોલગ બેસીને પૂજા વિધિ આટોપી હતી. એટલું જ નહીં રીબીન કાપતી વખતે પણ પાલિકાના ઇજનેરો કોર્પોરેટરો તેમ જ વલસાડના અગ્રણીઓ સોશિયલ ડિસ્ટન્સનું ભૂલતા એકસાથે મોટી ભીડમાં એકત્ર થઇ ગયા હતા, તેમ છતાં પણ તેઓને સોશિયલ ડિસ્ટન્સ ભાન રહ્યું ન હતું અને તેમણે કોઈને સમજાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

વલસાડ છીપવાડ રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે રાજનેતાઓએ જ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

જ્યાં એક તરફ રાજનેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા હોય તો શું કાયદો સામાન્ય વ્યક્તિ માટે જ મૂકવામાં આવ્યો છે. શું આ રાજનેતાઓ કોરોનાનો ડર નથી રહ્યો. જેવા અનેક વાક્યો આસપાસના લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. તો બીજી તરફ લોકાર્પણ બાદ પાલિકા દ્વારા મીઠું મોઢું કરવા માટે લોકોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં પણ આઈસ્ક્રીમના કપને મેળવવા ભારે ભીડ જામી હતી અને લોકોએ પડાપડી કરી હતી. બાજુમાં ઊભેલા પોલીસ કર્મચારીઓ પણ આ સમગ્ર ઘટના મૂક પ્રેક્ષક બનીને જતા રહ્યા હતા.

વલસાડ છીપવાડ રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે રાજનેતાઓએ જ કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

નોંધનીય છે કે, છીપવાડ ગરનાળુ આજથી શરૂ થતાની સાથે ખેરગામ રોડ ઉપર આવેલા 15થી 20 જેટલા ગામોના લોકોને વલસાડ શહેર પ્રવેશવા માટે આ ગરનાળુ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. છેલ્લા 4 માસ કરતા વધુ સમયથી સમારકામને લાઇને બંધ થયેલા ગરનાળાને પગલે લોકો પારડી સાંઢપોર થઈને આવતા 4 કિમી ફરવું પડતું હતું. જ્યારે ધરમપુર રોડ થઈને આવતા વાહન ચાલકો જે 7 થી 8 કિમી રસ્તો કાપવો પડતો હતો તે સમસ્યાનો આજથી અંત આવશે.

ABOUT THE AUTHOR

...view details