ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં રાજ્ય કક્ષાના પ્રધાનને હસ્તે 5 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક કરાયા એનાયત - teacher day

વલસાડઃ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસની ઠેરઠેર શિક્ષક દિન તરીકે ઉજવણી થઈ રહી છે. ત્યારે વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2019નું આયોજન વલસાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના પ્રધાન કિશોરભાઈના હસ્તે વલસાડ જિલ્લા અને તાલુકા કક્ષાના પાંચ જેટલા શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા તો સાથે સાથે વલસાડ જિલ્લામાં અર્લી વોર્નિંગ સિસ્ટમ ઈ મેઘને મળેલ એવોર્ડ બાદ શિક્ષણ વિભાગ તરફથી વલસાડ જિલ્લા કલેકટરને એવોર્ડ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

વલસાડમાં રાજ્ય કક્ષાના પ્રધાનને હસ્તે 5 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક કરાયા એનાયત

By

Published : Sep 6, 2019, 3:32 AM IST

Updated : Sep 6, 2019, 9:59 AM IST

વલસાડના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મોરારજી દેસાઈ હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2019 નો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેમાં ચાર જેટલા પ્રાથમિક શિક્ષકો અને એક ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને તેમની વિશેષ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના પ્રધાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણના કિશોરભાઇ કાનાણીના હસ્તે આ શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું.

વલસાડમાં રાજ્ય કક્ષાના પ્રધાનને હસ્તે 5 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક કરાયા એનાયત

પારિતોષિક મેળવનારા ઓમાન વલસાડની આવાબાઈ સ્કૂલના ધનસુખભાઇ નારણદાસ ટંડેલ, મહેન્દ્રસિંહ પરમાર નવીનગરી પ્રાથમિક શાળા ધરમપુર, કમલેશસિંહ ફતેસિંહ ચૌહાણ ઉમરગામ, જગદીશભાઈ રમણલાલ પટેલ અંબાચ વાઘસર ફળિયા પ્રાથમિક શાળા યોગેશભાઈ માધુભાઇ પટેલ નંદગામ કપરાડાને રાજ્યકક્ષાના પ્રધાન હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વલસાડ જિલ્લાના ૧૧ જેટલા ગામોમાં ચોમાસા દરમિયાન ઔરંગા નદીમાં અચાનક પાણીમાં વધારો થઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ઔરંગા નદી ઉપર ખેરગામના ભૈરવી પુલ પાસે મૂકવામાં આવેલી ઇ મેઘ સિસ્ટમને એવોર્ડ મળ્યા બાદ વલસાડ જિલ્લાના શિક્ષણ વિભાગ તરફથી એવોર્ડ મેળવવા બદલ જિલ્લા કલેકટર સી આર ખરસાણનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન પારડી વલસાડ અને ધરમપુરના ધારાસભ્ય શિક્ષણ સમિતિના ચેરમેન ,ડીડીઓ, ડી ઇ ઓ વલસાડ પાલિકા ઉપ પ્રમુખ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અંતે કાર્યક્રમની આભાર વિધિ આશાબેન દ્વારા કરવામાં આવી હતી.

Last Updated : Sep 6, 2019, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details