વલસાડઃ જિલ્લાના ધરમપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનેક સામાજિક કામગીરી સાથે જોડાયેલા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ધરમપુરની સબ જેલમાં સજા ભોગવી રહેલા અને કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે. પરંતુ હાલના સમયમાં કોરોનાની મહામારીને લઈને સબજેલમાં રાખવામાં આવતા તમામ કેદીઓને નવસારી ખાતે મોકલી દેવામાં આવ્યા છે.
કોરોના વોરિયર્સ સાથે ધરમપુરમાં રક્ષાબંધનની ઉજવણી કરતો પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ - Valsad
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી સોમવારના રોજ ઠેર-ઠેર જગ્યા ઉપર કરવામાં આવી રહી છે, જોકે હાલમાં કોરોના મહામારી પણ ચાલી રહી છે, જેને અનુલક્ષીને દરેક જગ્યા ઉપર એટલે કે વહીવટી તંત્રમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ રક્ષાબંધનને દિવસે પણ પોતાની ફરજ પર હાજર રહ્યા છે અને તેમની બહેનને મળવા જઈ શક્યા નથી. ત્યારે આવા સંજોગોમાં આવા ભાઈઓને પોતાની બહેન બનીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી પહેલા ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર, સર્કલ ઓફિસમાં પોલીસ કર્મચારીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, સાથે-સાથે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરતા આ તમામ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ત્યારે આવા સમયમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ધરમપુર હોસ્પિટલના ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફ કે જેઓ સ્ટેટ હોસ્પિટલમાં કોરોનાના સમયમાં કોરોના વોરીયર્સ તરીકે રક્ષાબંધનને દિવસે પણ ફરજ પર હાજર રહીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. તેવા ભાઈઓને પહેલ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા માથે તિલક કરી રાખડી બાંધી મોઢુ મીઠું કરાવવામાં આવ્યું હતું. તો સાથે-સાથે ધરમપુરની સબજેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તેમજ સી.પી કચેરીના પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને બહેનોએ સમાજના દરેક નાગરિકોનું રક્ષણ કરે એવી આશા વ્યક્ત કરી હતી.
મહત્વનું છે કે દર વર્ષે પહેલા ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા ધરમપુરના સબજેલમાં સજા ભોગવતા તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી હોય ત્યારે આવા સમયે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર, પોલીસ કર્મચારીઓને રાખડી બાંધવામાં આવી હતી અને કોરોના કાળ દરમિયાન તેઓ પોતાના જીવના જોખમે અન્યનું રક્ષણ કરે છે, તે માટે આ તમામ બહેનોએ ગર્વ પણ અનુભવ્યો હતો. આ તમામ વોરિયર્સ સમાજની રક્ષા કરતા રહે એવા આશીર્વાદ પણ તેમણે માંગ્યા હતા.