- જિલ્લામાં 98 ટકા લોકોને પ્રથમ અને 83 ટકાને સેકન્ડ ડોઝ આપેલ છે
- અન્ય દેશોમાંથી આવતા 18 લોકોને કોરન્ટાઇન કરવામાં આવ્યા
- ઓમિક્રોન વેરિયન્ટને લઈને જિલ્લા તંત્ર બન્યું સજ્જ
વલસાડ: કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોન વિશ્વના 11થી વધુ દેશોમાં એક્ટિવ થતાં સમગ્ર વિશ્વ ચિંતામાં ફરી ચિંતા જોવા મળી રહી છે. હાલમાં 11 જેટલા દેશોમાંથી એટલે કે હાઇ રિસ્ક દેશોમાંથી વલસાડ જિલ્લામાં પણ 18 જેટલા લોકો આવ્યા છે જેને લઇને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાઇ રિસ્ક દેશોમાંથી વલસાડ જિલ્લામાં આવેલા 18 લોકોને તેમના ઘરે જ RTPCR ટેસ્ટ(18 people quarantined in Valsad) કરીને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
14 દિવસ માટે કરાયા ક્વોરન્ટાઇન
વલસાડ જિલ્લાના વિકાસ અધિકારી મનીશ ગુરવાનીએ જણાવ્યું હતું કે, 11 જેટલા હાઇ રિસ્ક દેશોમાંથી આવેલા 18 જેટલા લોકો માટે દેશમાં પ્રવેશતાની સાથે જ એરપોર્ટ ઉપર તેમનો આર્ટીફીસીયલ ટેસ્ટ કરવામાં આવે છે અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જિલ્લામાં પ્રવેશતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફરીથી તેમનો RTPCR ટેસ્ટ કરી તેમના નિવાસસ્થાને તેમણે 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. 14 દિવસ પૂર્ણ થયા બાદ ફરીથી તેમનો આર્ટિફિશિયલ ટેસ્ટ કરવામાં આવે છે એટલે કે બહારના દેશોમાંથી આવેલા લોકો માટે ચુસ્તપણે ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે.