ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ : ખોબા ગામે ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 250 ધાબળાનું વિતરણ કરાયું

ધરમપુરથી 40 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા ખોબા ગામમાં ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 250થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરે પણ હાજરી આપી હતી.

ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ
ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ

By

Published : Nov 23, 2020, 5:27 AM IST

  • ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું
  • વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરે હાજરી આપી
  • 250થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

વલસાડ : ધરમપુરથી 40 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા ખોબા ગામમાં સુરતના ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને તેમની ટીમ દ્વારા ગ્રામજનોને શિયાળાની કડકડતી ઠંડીમાંથી છૂટકારો મળે એવા હેતુથી 250થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરે પણ હાજરી આપી હતી. જ્યા તેમના વરદ હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખોબા ગામે ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 250 ધાબળાનું વિતરણ કરાયું

250થી વધુ ધાબળાનું વિતરણ કરાયું

ધરમપુર નજીક આવેલા નાનકડા એવા ખોબા ગામમાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક કામગીરી કરવામાં આવે છે. જે પૈકી સુરતથી આવેલા ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટના કિશોરભાઈ તેમજ તેમની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાત મંદ લોકોને શિયાળામાં ઠંડીથી છૂટકારો મળે એવા હેતુથી 250થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ હાજરી આપી

વલસાડ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ હાજરી આપી

આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ પણ જોડાયા હતા. જ્યોતિબાના વરદહસ્તે સ્થાનિક લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું

ગ્રામજનો માટે પ્રીતિભોજનનું પણ કરાયુ આયોજન

ગ્રામજનો માટે પ્રીતિભોજનનું પણ કરાયું આયોજન

આ સાથે ગામના લોકો માટે આજે પ્રીતિ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તમામ લોકો સાથે બેસીને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભોજનનો આનંદ લીધો હતો. અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકોને રવિવારે શિયાળાની ઠંડીથી બચવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details