ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડને મળ્યો નવો STP પ્લાન્ટ, CM રૂપાણીએ કર્યું ઈ-લોકાર્પણ

વલસાડ નગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત તૈયાર થનારા એસટીપી પ્લાન્ટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું. રૂપિયા 27.30 કરોડના ખર્ચે તૈયાર થયેલા 20.20 એમએલડી ક્ષમતાનો આ પ્લાન્ટ પારડી સાંઢપોર ઓરંગા નદી પર બનાવવામાં આવ્યો છે.

વલસાડને મળ્યો નવો STP પ્લાન્ટ, CM રૂપાણીએ કર્યું ઈ-લોકાર્પણ
વલસાડને મળ્યો નવો STP પ્લાન્ટ, CM રૂપાણીએ કર્યું ઈ-લોકાર્પણ

By

Published : Dec 29, 2020, 5:12 PM IST

  • પારડી સાંઢપોર ઔરંગા નદી પર બનાવાયો છે ટીએસપી પ્લાન્ટ
  • રૂ. 27.30 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો છે આ પ્લાન્ટ
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈ-માધ્યમથી કર્યું લોકાર્પણ

વલસાડઃ વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે મંગળવારે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈ-માધ્યમ દ્વારા વલસાડ પારડીના સાંઢપોર ખાતે ઔરંગ નદીના કિનારે બનાવવામાં આવેલા 20.20 એમએલડી ક્ષમતાના એસટીપી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

પ્લાન્ટમાંથી ટ્રિટમેન્ટ થયેલું પાણી ઘર વપરાશ અને ઉદ્યોગમાં વપરાશે

શુદ્ધ પાણીનો બગાડ આટકે તે હેતુથી સરકાર દરેક શહેરમાં વિકાસ કાર્યો માટે અગ્રેસરઃ CM

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દરેક શહેરોમાં લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે ડ્રેનેજનું પાણી પણ ટ્રિટમેન્ટ કરી તેને રિયુઝ કરી ઉપયોગમાં લેવામાં આવે તો શુદ્ધ પાણીનો બગાડ અટકાવી શકાય અને લોકોને પીવાનું પાણી મળી રહે. સરકાર હવે લોકોને નલ સે જળ મળે એવા હેતુસર અનેક વિકાસના કાર્યો દરેક શહેરમાં કરતી આવી છે. સાથે સાથે સૌર ઊર્જા માટે પણ અનેક કામગીરી હાથ ધરી છે.

વલસાડને મળ્યો નવો STP પ્લાન્ટ, CM રૂપાણીએ કર્યું ઈ-લોકાર્પણ

ટીએસપી પ્લાન્ટમાંથી પ્રોસેસ થઈ નીકળતું પાણી ઉદ્યોગો અને ઘર વપરાશ માટે લઈ શકાશે

ટીએસપી પ્લાન્ટમાંથી ટ્રિટમેન્ટ થઈ બહાર આવતું પાણી ઘર વપરાશ કે ઉદ્યોગોમાં આપવામાં આવશે. આમ, વલસાડ જિલ્લામાં પણ દૂષિત પાણીને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકે એવા હેતુથી રૂ. 27.30 કરોડની યોજનાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લાના કલેક્ટર, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડને મળ્યો નવો STP પ્લાન્ટ, CM રૂપાણીએ કર્યું ઈ-લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details