વલસાડ તિથલ રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વ.શાંતાબેન સખી મંડળ નવરાત્રી મહોત્સવના આઠમના નોરતે 51 જેટલી કુંવારી બાલિકાનું પૂજન કરી સ્વચ્છ ભારતના અભિયાનને સાકાર કરવા તમામ ખેલૈયાઓને કાપડની બેગનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત ભારત બને એ માટે શપથ લેવડાવી સમાજમાં નવી દિશા બતાવી હતી.
એક તરફ જ્યાં સમગ્ર બજાર વિસ્તારમાં આજે પણ કેટલાક વેપારીઓ દ્વારા પ્લાસ્ટીક થેલી ઉપયોગમાં લેવામાં આવી રહી હોય ત્યારે ખુદ ગ્રાહક જ જાગૃત થાય એવા અભિગમ સાથે અહીં નવતર પ્રયોગ અમલ માં મુકવામાં આવ્યો હતો. એ પેહલને ધારાસભ્ય પાલિકા માજી પ્રમુખએ બિરદાવ્યો હતો.