ગુજરાત

gujarat

ડાંગરના 240 પાક વીમો લેનાર ખેડૂતોમાંથી વળતર માટે માત્ર 51 ખેડૂતોએ કરી અરજી!

By

Published : Nov 6, 2019, 8:02 PM IST

વલસાડઃ જિલ્લામાં ઓક્ટોબર માસમાં પડેલા વરસાદે ખેડૂતો માટે કાળો કેર વર્તાવ્યો છે. ખાસ કરીને ડાંગરના પાકમાં પડેલા વરસાદને કારણે ૩૦ ટકાથી વધુ પ્રમાણમાં નુકસાન થયું હોવાનો દાવો બાગાયત અને ખેતીવાડી વિભાગ કરી રહ્યું છે. જોકે સરકાર દ્વારા એક તરફ જ્યાં ખેડૂતોને વળતર ચુકવવાની વાત થઇ રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં ૩૭ જેટલી ટીમો ડાંગરના નુકસાન થયેલા પાકનો સર્વે કરવા માટે ઉતારવામાં આવી છે, તો બીજી તરફ ચોંકાવનારી વિગત એ મળી ગઈ છે કે અંદાજીત ૧ લાખથી વધુ ખેડૂતો પૈકી માત્ર ૨૦૦ ખેડૂતોએ પાકવીમો લીધો હતો અને નુકસાનીના દાવા માટે માત્ર ૫૧ જેટલી અરજીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે.

ડાંગરના 240 પાક વીમો લેનાર ખેડૂતોમાંથી વળતર માટે માત્ર 51 ખેડૂતોએ કરી અરજી!

વલસાડ જિલ્લામાં છ તાલુકાઓમાં ખેડુતો મોટાભાગે ડાંગરના પાક ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે પણ જો ઓક્ટોબર માસમાં પડેલા માવઠાને કારણે ડાંગરના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે જેના કારણે ખેડૂતોમાં વળતરની માંગ ઉઠી હતી અને આ બાબતે સરકારે ખેડૂતોને એસ ડી આર એફ માંથી વળતર ચૂકવવા નિર્દેશ કર્યો છે જોકે તે પૂર્વે હેક્ટરે જે ખેડૂતોને ૩૩ ટકા જેટલું નુકસાન થયું હશે તેઓને વળતરનું ચુકવણું કરવામાં આવશે અને આ માટે વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ મળીને ૩૭ જેટલી ટીમો જિલ્લામાં સર્વે માટે ઉતારવામાં આવી છે.

ડાંગરના 240 પાક વીમો લેનાર ખેડૂતોમાંથી વળતર માટે માત્ર 51 ખેડૂતોએ કરી અરજી!

આ સમગ્ર બાબતે બાગાયત વિભાગના અધિકારીએ etv સાથે વાતચીત કરતા જણાવ્યું કે વલસાડ જિલ્લામાં પ્રતિ હેક્ટરે ૪,૦૦૦ કિલો જેટલું ડાંગરના પાકનું ઉત્પાદન થાય છે. વલસાડ જિલ્લામાં 1,52,000 જેટલા ખેડૂતો ડાંગરનો પાક લે છે. જેમાં વીસ હજાર હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું હોવાની દહેશત વર્તાય છે. જિલ્લામાં પાકવીમો લેનારા માત્ર 204 જેટલા ખેડૂતો છે. જેમણે અંદાજિત ૧૭૫ એકર જેટલો વિસ્તારનો વીમો કરાવ્યો છે અને નુકસાનીના વળતર માટે જિલ્લામાંથી માત્ર ૫૧ જેટલી અરજીઓ વીમો મેળવનારા ખેડૂતે કરી છે જે અત્યંત ચોંકાવનારી બાબત છે

હાલમાં વલસાડ જિલ્લામાં ડાંગરના પાકમાં થયેલા નુકશાન માટે ખેતીવાડી વિભાગ દ્વારા ૩૭ જેટલી ટીમો વલસાડ જિલ્લામાં સર્વે માટે ઉતારવામાં આવી છે. જેમાં એક ટીમની અંદર સર્કલ વિસ્તરણ અધિકારી તલાટી રેવન્યુ તલાટી અને ગ્રામ સેવક આમ પાંચ લોકોનો સમાવેશ થાય છે. હાલમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં ખેડૂતો પાસેથી નુકશાની અંગે અરજીઓ અને તેમના કાગળો એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ સ્ટેટ ડિઝાસ્ટર રીલીફમાંથી એક હેક્ટરના ૩૩ ટકા નુકસાનીની નોંધાઈ હોય તેવાને 12500 જ્યારે વધુમાં વધુ બે હેક્ટરની નુકસાનીનું વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં સર્વે કરી રહેલી ૩૭ જેટલી ટીમો આગામી દિવસમાં આવી રહેલા 'મહા' વાવાઝોડાને લઈને પણ ખેડૂતોને જાણકારી આપી વાવાઝોડા સમયે કેવા પગલા લેવા જોઈએ તે અંગે પણ માહિતગાર કરી રહ્યા છે અને વાવાઝોડા બાદ પણ આ ટીમ નુકસાનીનો સરવે કરાશે.

ABOUT THE AUTHOR

...view details