મૂળ ધરમપુરના અને વર્ષોથી વલસાડમાં સ્થાયી થયેલા ડૉ. સીમા ચાવડાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ વલસાડમાં કર્યો અને ત્યારબાદ બીડીએસ અને એએમટીએસ અમદાવાદથી કર્યું છે. વલસાડમાં તિથલ રોડ પર આવેલી ડી કેર નામનું ક્લિનિક ચલાવે છે અને દમણની ડેન્ટલ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપે છે. સીમા ચાવડાએ પોતાની પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી ગાઈડ ડોક્ટર સુનિતા ઘરના માર્ગદર્શનમાં સંયુક્ત રીતે લખાયેલા એક સંશોધન પત્રને ઓપરેટીવ ડેન્ટિસ્ટ્રી નામના જનરલએ પ્રકાશિત કર્યો છે.
વલસાડની મહિલા ડૉકટરનું સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય કક્ષાના જર્નલમાં પ્રસિદ્ધ થયું - મહિલા ડૉકટરનું સંશોધન
વલસાડઃ સંશોધન ક્ષેત્રે સંકળાયેલા દરેકનું સ્વપ્ન હોય છે કે, એમના સંશોધનને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થાય, પરંતુ બહુ ઓછા જ લોકો આ ક્ષેત્રમાં સફળ થતાં હોય છે. દાંતની સારવાર સાથે સંકળાયેલા વિશ્વના ડેન્ટિસ્ટ કોઓપરેટીવ ડેન્ટિસ્ટ્રી નામના જર્નલને સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગમાં લે છે અને આ જનરલમાં બહુ ઓછા ભારતીયો અને ખૂબ જૂજ પ્રમાણમાં ગુજરાતીઓને સ્થાન મળ્યું છે, ત્યારે વલસાડની યુવા ડેન્ટિસ્ટ ડૉ. ચાવડા આવું સન્માન મેળવનારી પ્રથમ મહિલા ડૉક્ટર બની છે.
![વલસાડની મહિલા ડૉકટરનું સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય કક્ષાના જર્નલમાં પ્રસિદ્ધ થયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4689228-thumbnail-3x2-vld.jpg)
આ આલેખ માટે તેમણે સતત એક વર્ષ સુધી અભ્યાસ અને સંશોધન કર્યું હતું. પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધી જતા થતી બીમારી ફ્લોરોસીસ જેનાથી દાંત ઉપર સફેદ રંગના ડાઘા પડી જતા હોય છે. આ બીમારીને દૂર કરવા માટે દાંત કાઢ્યા વગર કાપ્યા વગર કે ઘસ્યા વગર કે દાંત ઉપર કે લગાવ્યા વિના દાંત ઉપર પડેલા સફેદ ડાઘને દૂર કરવાની સારવાર અંગેનું સંશોધન તેમણે લખ્યું છે. સારવારની આ એકદમ નવીનતમ પદ્ધતિ છે. ઓપરેટીવ ડેન્ટિસ્ટ્રી નામના જર્નલમાં લેખ પ્રકાશિત થવો તે દરેક માટે ખૂબ સન્માનજનક કહી શકાય છે. કારકિર્દીની શરૂઆતમાં જ આ સિદ્ધિ મેળવીને ડૉક્ટર સીમાએ પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે અને સાથે જ વલસાડ અને ગુજરાતનું નામ વિશ્વના ડેન્ટિસ્ટ વચ્ચે બહુ સન્માનજનક રીતે રજૂ કર્યું છે.
ડૉક્ટર સીમા ચાવડાના પિતાએ જણાવ્યું કે, તેમની દીકરી નાનપણથી જ ખૂબ જ પ્રતિભાશાળી છે અને તેના દ્વારા આંતરરાષ્ટ્રીયકક્ષાએ સંશોધન પેપર રજૂ કરીને સિદ્ધિ હાંસલ કરી છે. તેને લઈને તેઓ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. વલસાડમાં ડૉક્ટર હર્ષિલ ચાંપાનેરીએ જણાવ્યું કે, ઓપરેટીવ ડેન્ટિસ્ટ્રીએ ડોક્ટરો માટે ખૂબ મહત્વની જર્નલ છે. ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જર્નલ સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગ કરતા હોય છે. જેથી તેમાં પ્રસિદ્ધ થનારા તમામ પેપરો ખૂબ ગુણવત્તાવાળા અને ખૂબ વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે, ત્યારે સીમા દ્વારા રજૂ કરવામાં આવેલા સંશોધન પેપર પ્રકાશિત થતા તેમણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.