વલસાડ શહેરમાં છેલ્લા 25 વર્ષથી છિપવાડ દાણા બજારમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે છે. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ D.Y.S.P વલસાડ શહેર P.I તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયર વીજ વિભાગના કર્મચારીઓએ રથયાત્રા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.
વલસાડ શહેરમાં રથયાત્રાને લઈ Dy S.Pએ રૂટ નિરીક્ષણ કર્યું
વલસાડ : જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તે માટે આજે કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની જાળવણી માટે વલસાડ શહેર D.Y.S.P પાલિકાના ઇજનેર પાલિકાના C.O તેમજ ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ શહેરમાં રથયાત્રાને લઈ D.Y.S.Pએ રૂટ નિરીક્ષણ કર્યું
રથયાત્રા વિસ્તારોનું નિરીક્ષણ કરી દર વર્ષની જેમ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઇ તે માટેનું આયોજન કર્યું છે. તમામ અધિકારીઓ શીખવાડ દાણા બજારમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરે એકત્ર થઇને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ છે.
વલસાડ જિલ્લામાં નીકળતી રથયાત્રા અત્યાર સુધીમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં નીકળી છે. આગામી રથયાત્રા પણ સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા રૂટ નિરિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું.