- ધરમપૂરની શાળામાં કરાયું કોરોનાની ગાઇડલાઇનનું પાલન
- દોઢ વર્ષ બાદ આજે વિદ્યાર્થીઓએ શાળામાં પગ મૂકયો
- શાળામાં આવેલા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યુ શિસ્ત
ન્યૂઝ ડેસ્ક: કોરાનાના લીધે સતત દોઢ વર્ષ સુધી પ્રાથમિક શાળાઓ (Primary School) બંધ રહ્યા બાદ આજથી ધોરણ ૧ થી ૫નો અભ્યાસક્રમ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજથી વિધિવત રીતે વિવિધ શાળાઓ ખૂલી હતી એ સાથે સમગ્ર ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં (Valsad District) પણ અનેક શાળાઓ આજે વહેલી સવારથી ખુલી હતી, પરંતુ વિદ્યાર્થીઓ ખૂબ જ જૂજ સંખ્યામાં જોવા મળ્યા હતા, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓને મોકલતા સૌપ્રથમ વાલીઓએ તેમનું સંમતિપત્રક શાળામાં જમા કરાવવાનું રહે છે.
દોઢ વર્ષ બાદ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનુ શાળાઓમાં આગમન
ગુજરાત સરકારે (Government Of Gujarat) લીધેલા નિર્ણય પછી આજથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરવા માટેનો મહત્વનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયા બાદ આજે વિધિવત રીતે શાળાઓ શરૂ થઈ ગઇ હતી, પરંતુ આજે પ્રથમ દિવસે માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ જ શાળામાં આવેલા જોવા મળ્યા હતા. પરંતુ કેટલાક વાલીઓએ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરતા બાળકોને આજે પ્રથમ દિવસે શાળાએ મોકલ્યા હતા.
સ્કૂલ મેનેજમેન્ટવતી વિદ્યાર્થીઓ માટે કોરાનાની ગાઈડલાઈનુ પાલન કરાયું
આજ શરૂ થયેલી શાળાઓમાં આવેલા વિદ્યાર્થીઓ માટે સરકારની એસઓપીની ગાઈડલાઈન અનુરૂપ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાઓમાં આવેલા વિદ્યાર્થીઓને દૂર-દૂર બેસાડી કોરોનાની ગાઇડલાઇનનું (Guideline of Corona) પાલન કરતાં શિક્ષકો જોવા મળ્યા હતા. આ સાથે વિદ્યાર્થીઓ પણ કોરોનાની ગાઇડલાઇનને અનુસરતા પોતાના મોઢા ઉપર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.