ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં 6 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, વાપીમાં રેલવે અન્ડરબ્રીજ પાણીમાં ગરકાવ

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર યથાવત છે. બુધવારે વહેલી સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં અવરજવર માટેના રેલવે અન્ડરબ્રીજ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. વાહનોને ધક્કા મારી પાણીમાથી બહાર કાઢવા પડ્યા હતાં.

rain in Valsad
વલસાડ જિલ્લામાં 6 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, વાપીમાં રેલવે અન્ડરબ્રીજ પાણીમાં ગરકાવ

By

Published : Aug 12, 2020, 3:54 PM IST

વલસાડઃ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન ઠપ્પ થયું છે. જિલ્લાના વાપી સહિત સંઘપ્રદેશ દમણ તેમજ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વલસાડ જિલ્લામાં 6 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, વાપીમાં રેલવે અન્ડરબ્રીજ પાણીમાં ગરકાવ

વાપીમાં રેલવે અન્ડરબ્રીજમાં પાણી ભરાઇ જતાં વાહનચાલકોને અવર-જવર માટે ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. રેલવે અન્ડરબ્રીજમાં પાણી ભરાયું હોવા છતાં અમુક વાહનચાલકોએ તેમાંથી પસાર થવાની કોશિશ કરી હતી, જેથી તેમના વાહન બંધ પડતા વાહનને ધક્કો મારી પાણીની બહાર કાઢવા પડ્યા હતા.

વલસાડ જિલ્લામાં 6 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, વાપીમાં રેલવે અન્ડરબ્રીજ પાણીમાં ગરકાવ

કારમાં નીકળેલા લોકો વધુ હેરાન થયા હતાં. જિલ્લામાં સવારના 06થી બપોરના 12 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો ઉમરગામમાં 46 MM, કપરાડામાં 18 MM, ધરમપુરમાં 54 MM, વાપીમાં 37 MM, પારડીમાં 112 MM અને વલસાડ તાલુકામાં 49 MM વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં 6 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, વાપીમાં રેલવે અન્ડરબ્રીજ પાણીમાં ગરકાવ

જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પણ પાણીની આવક સતત વધી છે. હાલ 14,762 ક્યૂસેક પાણીની આવક થઈ રહી હોવાથી જળ સપાટી 75.85 મીટરે પહોંચી છે. જે લેવલને જાળવી રાખવા 2 દરવાજા 1.20 મીટર ખોલવામાં આવ્યાં છે. જેના થકી 12,372 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.

વલસાડ જિલ્લામાં 6 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, વાપીમાં રેલવે અન્ડરબ્રીજ પાણીમાં ગરકાવ

ABOUT THE AUTHOR

...view details