ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે સ્ક્રેપ કૌંભાડનો પર્દાફાશ કર્યો, ફરિયાદી જ આરોપી નીકળ્યો

વલસાડ જિલ્લા પોલીસે ટ્રક ચોરીની ખોટી ફરિયાદ લખાવનાર ટ્રક માલિકની ઉલટ તપાસ કરતા ખુદ ટ્રક માલિક દ્વારા જ તેની ટ્રક સ્ક્રેપના ભંગારમાં મુંબઈ ખાતે વેંચી મારી ઇન્સ્યોરન્સ પકવવાની તરકટ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં કુલ 5 જેટલા આરોપીને પોલીસે ધરપકડ કરી છે. જેમાં ચોરાયેલી ટ્રકના સ્પેરપાર્ટ બોડી સહિત કુલ 9,99,500 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

By

Published : Dec 30, 2020, 6:53 AM IST

  • ટ્રક ચોરી થઈ હોવાની પોલીસ માં નોંધાવી પોલીસ ફરિયાદ
  • પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે ફરિયાદીની ધરપકડ કરી
  • વાપી, વલસાડ થી વીમો પકવવા માટે ટ્રકો સ્ક્રેપમાં આપી ચોરીની ફરિયાદ કરતા
    વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે સ્ક્રેપ કૌંભાડનો પર્દાફાશ કર્યો

વલસાડ : જિલ્લામાં ટ્રક ચોરીના વધતા ગુનાને ડિટેકટ કરવા LCB પી.એસ.આઈ, કે એમ બેરિયા,અને.સી.એચ.પનારા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં વીમો પકવવા માટે ચાલતા કૌભાંડ પકડી પાડ્યું છે. ગત્ત 11 ડિસેમ્બરના રોજ કપ્તાંન સિંગ રામ નિયાધ સિંગ રાજપુતે વલસાડ રૂરલ પોલીસ મથકમાં તેમનો ટ્રક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.તેમનો ટ્રક હોટેલ શેરે પંજાબ થી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી.

ટ્રકનો કટિંગ કરેલો સ્ક્રેપ સર સમાન મળી આવ્યો

વલસાડ LCB ને મળેલી બાતમી ને આધારે મહારાષ્ટ્રના ધૂલિયા ખાતે મુંબઈ આગ્રા હાઇવે ઉપર આવેલ ગોડાઉન જે હજરત ઉર્ફે રાજુભાઇના નામે છે. જ્યાં ટ્રકનો કટિંગ કરેલો સ્ક્રેપ સર સમાન મળી આવેલો જે બાબતે તપાસ કરતા પોલીસ ને જાણવા મળ્યું કે માલિકે ખુદ ટ્રક એના મિત્ર સાથે મળીને સ્ક્રેપમાં આપી છે.

જેણે ટ્રક ચોરીની ફરિયાદ કરી એણે જ ટ્રક સ્ક્રેપ માં આપી

ફરિયાદી કપ્તાન સિંઘ રાજપૂત એ તેના મિત્ર બક્ષીસિંગ સાથે મળી ટ્રક વીમો પકવવાના હેતુ થી મહારાષ્ટ્રમાં સ્ક્રેપમાં આપી દીધી અને પોલીસમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે પોલીસે ધુલિયા જઈ તપાસ કરતા સમગ્ર કૌભાંડ અંગે થી પડદો ઊંચકાયો હતો. પોલીસ ને ગેર માર્ગે દોરી ઇન્સ્યોરન્સ પક્વવાના હેતુ થી અગાઉ પણ ત્રણ ટ્રકો અંગે ચોરી ની ખોટી ફરિયાદ આપી ચુક્યા છે. તે તમામ ટ્રકો પણ સ્ક્રેપમાં આપી દીધી હોવાનુ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. પોલસે કુલ 5 આરોપીની કરી ધરપકડ કરી છે.

કૌભાંડનો પર્દાફાશ કરી 5 લોકોની ધરપકડ કરી

કૌભાંડ બહાર આવતા પોલીસે વલસાડ,ડુંગરી,પારડી,અને વાપી જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના 2 ગુન્હા મળી કુલ 5 ટ્રક ચોરીના ગુના ઉકેલી નાંખ્યા છે. પકડાયેલ આરોપી પાસે ટ્રક ખોલી કાઢેલા સ્પેરપાર્ટ,એન્જીન,ટાયરો,વહીલ, ડિશ મળી 9,55,000 રૂપીયા સહિત કુલ 9,99,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ઇન્સ્યોરન્સ પકડવા માટે ટ્રક ચોરીની ખોટી ફરિયાદ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી 5 લોકોની ધરપકડ કરી છે.



ABOUT THE AUTHOR

...view details