ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad District Crime Branch: વલસાડ LCBએ વિવિધ ગુનામાં સંડોવાયેલા બે આરોપીને દબોચી લીધા - પેરોલ ફર્લો સ્કવોડ વલસાડ

વલસાડ LCBએ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત બાતમી આધારે ઉમરગામ તાલુકાના મલાવ ફાટક ત્રણ રસ્તા રોડ ઉપરથી 2 રીઢા આરોપીઓને ( Valsad police arrested two accused )ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી પાડી( Valsad police arrested two accused )જિલ્લામાં બનેલા મર્ડર, ધાડ, ઘરફોડ ચોરી, મંદિર ચોરી જેવા 6 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Valsad District Crime Branch: વલસાડ LCBએ વિવિધ ગુનામાં સંડોવાયેલા બે આરોપીને દબોચી લીધા
Valsad District Crime Branch: વલસાડ LCBએ વિવિધ ગુનામાં સંડોવાયેલા બે આરોપીને દબોચી લીધા

By

Published : Jan 11, 2022, 8:27 PM IST

વલસાડ: જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત બાતમી આધારે ઉમરગામ તાલુકાના મલાવ ફાટક ત્રણ રસ્તા રોડ ઉપરથી 2 રીઢા આરોપીઓને ઝડપી( Valsad police arrested two accused )પાડી જિલ્લામાં બનેલા મર્ડર, ધાડ, ઘરફોડ ચોરી, મંદિર ચોરી જેવા 6 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. વાપી પોલીસે ઉમરગામ તાલુકાના મલાવ ફાટક ત્રણ રસ્તા પાસેથી 2 રીઢા અપરાધીઓની ધરપકડ( Valsad LCB nabbed two accused involved in various crimes)કરી તેમની પાસેથી 60,940ના સોના ચાંદીના દાગીના, 18951 રૂપિયા રોકડા, 4491 ના ચલણી સિક્કા, 5 લાખની કાર, ચોરી કરવાના સાધનો મળી કુલ 5,90,382 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

રીઢા આરોપીઓને ઝડપી ગુના ઉકેલવામાં સફળતા મેળવી

વલસાડ જિલ્લા ઇન્ચાર્જ પોલીસઅધિક્ષક રૂષિકેશ ઉપાધ્યાયની સુચના અને એલ.સી.બી. વલસાડના પોલીસ ઇન્સ્પેકટર જે. એન. ગોસ્વામીના માર્ગદર્શન મુજબ આર.બી.વનાર પેરોલ ફર્લો સ્કવોડ વલસાડ (Parole Furlough Squad Valsad)તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ ટીમ(Police of LCB staff) પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી આધારે મલાવ ફાટક ત્રણ રસ્તા રોડ ઉપરથી આરોપીઓ લાલજી લક્ષી વળવી, વિઠ્ઠલ બચુ બરફ (વારલી) ને પકડી તેના કબજામાંથી 60,940 રૂપિયાના સોના ચાંદીના દાગીના, 6 હજારના 3 મોબાઈલ 18,951 રૂપિયા રોકડા, 4491 રૂપિયાના, 5 લાખની કાર તથા ચોરી કરવાના અલગ અલગ સાધનો મળી કુલ 5,90,382નો મુદામાલ કબ્જે કરી આરોપીઓની વધુ તપાસ હાથ ધરી હતી.

2 વર્ષ પહેલાનો હત્યાનો ગુનો ઉકેલ્યો

જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, આજથી બે વર્ષ પહેલા પકડાયેલ લાલજી લક્ષી વારલી તથા વિઠલ બચુ બરફ તથા નહી પકડાયેલ આરોપીઓ રાજેશ ચંદુ ધાડગા, વિજય ફરલે (વારલી) તથા સંતોષ વારલીએ સાથે મળી રાત્રીના સમયે સંજાણ ચાર રસ્તા નજીક ઉમરગામ રોડ પર આવેલ એક બંગલામાં રાત્રીના સમયે ઘુસી વોચમેનને રબરની પાઇપ વડે હાથ તથા પગ બાંધી ગળા ફરતે પાઇપ વીંટાળી બંગલામાંથી ચોરી કરી હતી. જે અંગે ઉમરગામ પો.સ્ટે.માં ધાડ વીથ મર્ડરનો ગુનો દાખલ થયેલ છે. તેમજ આજથી આશરે દશ પંદર દિવસ પહેલા પકડાયેલ લાલજી લક્ષી વળવી તથા વિઠલ બરફ, નહીં પકડાયેલ આરોપીઓ રાજેશ ચંદુ ધાડગા, રમેશ તથા બીજો એક ઇસમ જેના નામની ખબર નથી તેઓએ ભેગા મળી રાત્રીના સમયે ઉમરગામ ધોડીપાડા ખાતે એક બંગલામાં પ્રવેશ કરી બંગલામાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા ઘડીયાળોની ચોરી કરેલાની કબુલાત કરી હતી.

આરોપીઓએ ઘર, દુકાન મંદિરને બનાવ્યા છે નિશાન

આરોપીઓએ સાથે મળી રાત્રીના સમયે ફળીયા ખાતે આવેલ જી.ઇ.બી.ની , ઓફીસના દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાની કોશિશ કરી હતી. તેમજ ઉદવાડા પરીયા રોડ ઉપર આવેલ એક સોનીની દુકાનમાં રાત્રી દરમ્યાન ઘુસી તેમાંથી ચાંદીના સિકકા તથા ડુપ્લીકેટ સોનાના ઘરેણાની પણ ચોરી કરી હતી. વાપી રાતા નજીક આવેલ એક મંદીરમાં તથા વલસાડ ધરમપુર રોડ પર આવેલ મંદીરમાંથી રોકડા રૂપિયાની રાત્રી દરમ્યાન ચોરી કરી હતી.

વોચમેનને ફાસી આપી હત્યા કરેલી

આરોપીઓએ 20/10/2019ના સંજાણ ઉંમરગામ રોડ ખાના ખજાના હોટલની બાજુમાં , ઇમ્તીયાઝ શાહબુદીન પટેલના બંગલામાં રાત્રીના લુંટ કરવાના ઇરાદે પ્રવેશ કરી વોચમેન રૂપજી હોલીયા ડોલારેને પાણીની પ્લાસ્ટીકની પાઇપ વડે બંને પગ બાંધી દઇ તેમજ ગળાના ભાગે વીંટી ગળે ટુંપો દઇ મોત નીપજાવી બંગલાના બેડરૂમોમાં આવેલ પેટી પલંગ તિજોરી કબાટનો સામાન વેર વિખેર કરી CCTV કેમેરા તોડી નાખી ડી.વી.આર. તોડી લઇ જઇ ધાડ પાડી નાશી ગયેલ.

આ પણ વાંચોઃઅમદાવાદમાં લૂંટારૂઓ બન્યા બેફામ, આંગડિયા પેઢીના કર્મચારી પર થયું ફાયરિંગ

આ રીતે કરતા હતા ગુના ખોરી

આરોપીઓ દિવસ દરમ્યાન મોટા બંગલાઓની રેકી કરી મોટા ભાગે ઘરે ઉંમર લાયક માણસો એકલા રહેતા હોય તે બંગલાઓની પસંદગી કરી રાત્રી દરમ્યાન ચોરી કરતા હતાં.આરોપી લાલજીભાઇ લક્ષીભાઇ વળવી સામે ઉમરગામ વલસાડ રૂરલ, મહારાષ્ટ્ર રાજયના તલાસરી, મનોર, ઘોલવડ, સેલવાસ, નવસારી વાંસદા સહિતના પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ, આર્મ્સ એક્ટ સહિતના ગુન્હામાં પકડાયેલ છે. આરોપી વિઠલ બચુ બરફ વાપી ટાઉન, સેલવાસ, વલસાડ રૂરલ, નાનાપોંઢા ધરમપુર તથા ઉમરગામમાં મંદીર ચોરીઓમાં પકડાયેલ છે.

પાંચ ઘરફોડ ચોરીના ગુના ઓનો ભેદ ઉકેલાયો

આમ, એલ.સી.બી. વલસાડની ટીમને ધાડપાડુ ટોળકીના બે રીઢા આરોપીઓને ઝડપી પાડી બે વર્ષ જુના અનડીટેકટ રહેલ ધાડ વીથ મર્ડર જેવા અતિ ગંભીર ગુનાનો તેમજ અન્ય પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળેલ છે.

આ પણ વાંચોઃFraud with Diamond Trader In Navsari: નવસારીના હીરા વેપારીના 28.34 લાખના હીરા લઇને રાજસ્થાનનો વેપારી છૂમંતર

ABOUT THE AUTHOR

...view details