- વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદન
- સરકાર ખેડૂતો પર અત્યાચાર કરતી હોવાનું જણાવ્યું
- પૂર્વ સાંસદ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આપ્યું આવેદન
વલસાડ: જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા કેટલાક દિવસથી પંજાબ અને હરિયાણા વિસ્તારમાં ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ખેડૂત બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનું સમર્થ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકાર દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદન આવેદન રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેવી માગ: વલસાડ જિલ્લા કોંગ્રેસ
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દિનેશ પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા હાલમાં રજૂ કરવામાં આવેલું ખેડૂત બિલ ખેડૂત વિરોધી છે. જેને લઈને અનેક ખેડૂતો દિલ્હી, હરિયાણા અને પંજાબમાં રસ્તા રોકો આંદોલન કરવા ઉતરી પડયા છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકાર ખેડૂતો પર અત્યાચાર ગુજારે છે. જેના વિરોધમાં આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગળ આવી છે અને તેમણે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી આ આવેદન પત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચે તેની માગ કરી છે.
આ પણ વાંચો આણંદ: જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજાયો, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
શું કહે છે જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ?
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી સરકાર ખેડૂતોને ભીંસમાં લેવા પ્રયાસ કરી રહી છે. જેને કારણે સરકારે હાલમાં રજૂ કરેલા ખેડૂત બિલમાં કેટલાક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. જેમાંનો એક મુદ્દો APMC માર્કેટ બંધ કરવાનો છે. જો APMC માર્કેટ બંધ કરવામાં આવે તો, ખેડૂતો પોતાનું અનાજ અને શાકભાજી ક્યાં વેંચવા જશે જેવા અનેક સવાલો છે. આજે ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, જે સરકારની નીતિઓ માટે લાલબત્તી સમાન છે.