વલસાડઃ જિલ્લામાં નવા આવેલા જિલ્લા કલેકટર આર.આર. રાવલે આજે કપરાડા તાલુકાના નાનાપોઢા ગ્રામ પંચાયત, PHC અને નવા બનેલા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
વલસાડ જિલ્લા કલેક્ટરે કપરાડા તાલુકાની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન નાનાપોઢાની ગ્રામ પંચાયતની મુલાકાત સમયે મહિલા સરપંચ ,APMCના ચેરમેન, માજી તાલુકા પંચાયત પ્રમુખ સહિત પ્રાંત આધિકારી, મામલતદાર સહિત અનેક સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર આર.આર રાવલે કપરાડામાં કુપોષિત બાળકો અંગે માહિતી લીધી. તેમજ એક કુપોષિત બાળકના ઘરે જઈ તેના પરિવાર સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ અગ્રણીઓને કુપોષિત બાળકો માટે મદદરૂપ રહેવા જણાવ્યું હતું.
વલસાડ જિલ્લા કલેક્ટરે કપરાડા તાલુકાની મુલાકાત લીધી નાનાપોંઢા PHCની મુલાકાત લીઘી હતી. જ્યાં તેમણે ડૉકટરોના સ્ટાફની ઘટ તેમજ સાધન સુવિધા અંગે જાણકારી મેળવી હતી, સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને મળી રહેલી સુવિધા અંગે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ક્વોરેન્ટાઈન થયેલા દર્દીઓ સાથે ફોન પર સંપર્ક કરી વિગતો જાણી હતી. ત્યારબાદ તેમણે નાનાપોઢાના પોલીસ સ્ટેશનની લીધી હતી.
વલસાડ જિલ્લા કલેક્ટરે કપરાડા તાલુકાની મુલાકાત લીધી ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં જ્યારથી તેમને કલેકટર તરીકે ચાર્જ સંભળાયો છે, ત્યારથી તેઓ જિલ્લાના અનેક ગામોમાં મુલાકાત લઈ રહ્યા છે. તેમજ જરૂર જણાય ત્યાં અધિકારીઓને સલાહ સૂચનો પણ આપી રહ્યા છે.