વલસાડ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ દ્વારા વલસાડ કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વલસાડ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ સાથે એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે, આગામી દિવસમાં એટલેકે તારીખ 7 ના રોજ અરબી સમુદ્રમાંથી થયેલું 'મહા' વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ થશે જેને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે કેવા પગલાં લેવા જોઈએ તે અંગે વિવિધ સલાહસૂચનો જિલ્લા કલેક્ટરે વિવિધ સરકારી વિભાગના અધિકારીઓને આપ્યા હતા.
વલસાડ જિલ્લા કલેકટરે 'મહા' વાવાઝોડાને લઈ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી - Maha Thunderstorm
વલસાડ: અરબી સમુદ્રમાંથી થયેલા 'મહા' વાવાઝોડાને ધ્યાનમાં રાખી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં દરિયાકાંઠે વધુ પ્રમાણમાં નુકસાન ન થાય અને તકેદારીના ભાગરૂપે કેવા પગલા લેવા જોઈએ તે અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વલસાડ જિલ્લાના દરેક વિભાગના સરકારી અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરે એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું જેમાં આગામી દિવસમાં કોઈપણ અધિકારીને હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચન કરવામાં આવ્યું છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે.
તેમજ તારીખ 6, 7 અને 8 દરમિયાન વાવાઝોડાની અસર વલસાડ જિલ્લાના દરિયાકાંઠે થઈ શકે છે તેમજ કોસ્ટલ હાઈવે વિસ્તારમાં પણ અસર થઇ શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે કોઇપણ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટેનું સૂચન કરવામાં આવી છે સાથે-સાથે ફિશરીઝ વિભાગ દ્વારા કોઈપણ માછીમાર આ દિવસો દરમિયાન દરિયો ન ખેડવા અંગે ભારપૂર્વક સૂચન કરાયું છે.
આમ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'મહા' વાવાઝોડાને લઈને તકેદારીના ભાગરૂપે એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે સલાહ સૂચનો આપ્યા હતા તેમજ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે સૂચનો આવ્યા હતા.