- તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ
- વલસાડ ભાજપના જિલ્લા પ્રમુખે 14ને આપી નોટિસ
- સભ્યપદથી 3 વર્ષ માટે બરતરફ કરાયા
14ને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
વલસાડ: સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ ના મળતા જુના કાર્યકરો નારાજ થઈ ભાજપ વિરુદ્ધ જઈ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. જે બાબતે પાર્ટી વિરુદ્ધ જઈને કામગીરી કરનાર જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ સભ્ય પદ ઉપરથી 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
જિલ્લામાં કોને કોને ભાજપે સભ્ય પદથી રદ કર્યા
- વિષ્ણુ લાહનું ભાઈ ગાયકવાડ ધરમપુર
- નારસુભાઈ કોહલું ભાઈ કુરકુરટીયા ધરમપુર
- ધીરુભાઈ ઈકલ ભાઈ ગાંવીત ધરમપુર
- બચુ ઉર્ફે બળવંત બાલુ ભાઈ પટેલ પારડી
- સુરેશ ભાઈ લલ્લુભાઇ પરમાર પારડી
- લક્ષ્મણ ભાઈ બાપુ ભાઈ જનથીયા કપરાડા
- ભીમજી ભાઈ રૂપા ભાઈ મોર કપરાડા
- પુષ્પ બેન મારોલીકર ઉમરગામ તાલુકા
- રાજેશ ભાઈ માંહ્યવંશી ઉમરગામ તાલુકા
- આશિષ ભાઈ તનના ઉરમગામ શહેર
- નિતેશ ભાઈ માસોલિયા ઉરમગામ શહેર
- હર્ષદ ભાઈ રાઠોડ ઉમરગામ શહેર
- કવિતા બેન પટેલ ઉરમગામ શહેર
- જીતેન્દ્ર કાંતિ લાલ રાઠોડ પારડી
આમ, વલસાડ જિલ્લા ભાજપ પાર્ટી દ્બારા ટિકિટ નહીં આપતા નારાજ થઈ પક્ષ વિરુદ્ધ જઇ ચૂંટણીમાં પ્રચાર અને ઉમેદવારી કરનાર સામે ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા એ તમામને લેખિત નોટિસ મોકલી છે.