- યુવા મોરચાના પ્રમુખ તરીકે સ્નેહિલ દેસાઈની નિમણૂક
- જિલ્લા મહામંત્રી તરીકે મયંક પટેલ અને પ્રભાકર યાદવની નિમણૂક
- અનેક સામજિક પ્રવૃત્તિ સાથે જોડાઈને યુવાનોમાં લોકપ્રિયતા મેળવી
વલસાડ: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાની સૂચના મુજબ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત ભાઈ કોરાટ સાથે સંકલન બાદ વલસાડ જીલ્લા યુવા મોરચા માટે પ્રમુખ તેમજ મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા સ્નેહિલ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે મયંક પટેલ ઇને પ્રભાકર યાદવની નિમણૂક કરવામાં આવી છે.
યુવા મોરચાના પ્રમુખ તરીકે વલસાડના સ્નેહિલ દેસાઈની નિમણૂક
2014થી વર્ષ 2017 સુધી ભાજપની યુવાપાંખના રાજ્ય કારોબારી સભ્ય તરીકે તેમણે ફરજ બજાવી છે. આ સાથે 2017થી 2021 સુધી રાજ્યના કન્વીનર તરીકે કામગીરી બજાવી છે. સાથે જ હાલમાં યોજાયેલી કપરાડા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પણ મહત્વનું યોગદાન તેમના દ્વારા રહ્યું હતું. સ્નેહિલ દેસાઈને યુવા મોરચા જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક થતા તેમના સમર્થકો માં ઉત્સાહની લાગણી જોવા મળી હતી