ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર નિસર્ગ વાવાઝોડાને પહોંચી વળવા સજ્જ - વલસાડ ન્યૂઝ

અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ગયેલું વાવાઝોડું ધીરે-ધીરે મુંબઇ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેની અસર વલસાડ જિલ્લામાં પણ વરતાશે અને આ અસરને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જણાઇ રહ્યું છે. તેમજ જિલ્લામાં જાનમાલને કોઈ નુકસાન ન પહોંચે તેનું વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

nisarg cyclone
વહીવટી તંત્ર નિસર્ગ વાવાઝોડાને પહોંચી વળવા સજ્જ

By

Published : Jun 3, 2020, 12:47 PM IST

વલસાડઃ નિસર્ગ વાવાઝોડાને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વલસાડના ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકાના 34 જેટલા ગામોમાં દરિયાકિનારાની પટ્ટીમાં ત્રણ કિલો મીટરની ત્રિજ્યામાં આવતા તમામ કાચા ઘરમાં રહેતા લોકોને સ્થળાતંરિત કરવામાં આવ્યા છે. અંદાજિત 10 હજારથી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.

પાલિકા વિસ્તારમાં મુકવામાં આવેલા મોટા સાઇનબોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે. હોસ્પિટલોમાં પાવર કટ ન સર્જાય તે બાબતને લઈ કલેકટર પર ભાર મુકવામાં આવ્યો છે. આ તમામ અંગે વીજ કંપનીના અધિકારીઓ સાથે એક વિશેષ બેઠક કરી તમામને જરૂરી સુચનો આપવામાં આવ્યાં છે. હાલમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમજ ધીમીધારે વરસાદ પણ વરસી રહ્યો છે.

નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં વાવાઝોડાની નહિવત અસર જોવા મળશે. પરંતુ મુંબઈને અડીને આવેલા ઉંમરગામ તાલુકાના લોકોને વધુ અસર થાય એવી શક્યતાઓ વર્તાઈ છે, જેને પગલે ઉમરગામ તાલુકાના તમામ ગામોમાં સરકારી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે અને તમામ તલાટી, સરપંચને લોકોના સંપર્કમાં રહેવા પણ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details