વલસાડઃ નિસર્ગ વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એર્લટ છે. હાલમાં વલસાડ જિલ્લામાંથી દરિયા કિનારે રહેતા 33 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચાર જેટલી NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, તો સાથે જ NCRTની એક ટીમ પણ હાલ વલસાડ પહોંચી ચૂકી છે. રાહત અને બચાવ કાર્ય માટે SDRF વડોદરા 9 ટીમના 19 લોકો વલસાડ તિથિલ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે.
અરબી સમુદ્રમાં ધીરે-ધીરે આગળ વધી રહેલું અને મુંબઈ તરફ જઈ રહેલું નિસર્ગ વાવાઝોડું બપોરના સમયે મહારાષ્ટ્રના દરિયાકિનારે અથડાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને જેને પગલે વલસાડ જિલ્લાને પણ નહિવત અસર થાય એવી શક્યતાઓ છે.