ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપી 8 આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માગ કરી - Valsad district collector

કોરોના વાઇરસ મહામારીમાં વલસાડ જિલ્લાની હાલત દિનપ્રતિદિન બગડતી જઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા વલસાડ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે 8 જેટલા મુદ્દાઓ આવરી લઇને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપી 8 આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માગ કરી
વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપી 8 આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માગ કરી

By

Published : May 3, 2021, 8:48 PM IST

  • વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત
  • આરોગ્યલક્ષી સુવિધાઓ મુદ્દે પાઠવાયું આવેદનપત્ર
  • કુલ 8 મુદ્દાઓ આવરી લેવાયા

વલસાડ: જિલ્લામાં આવેલી અનેક ખાનગી હોસ્પિટલમાં ઓક્સીજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે સારવાર લઇ રહેલા અનેક લોકોને મુશ્કેલી ઉભી થઇ રહી છે અને વાપી જેવા શહેરની એક જાણીતી હોસ્પિટલ દ્વારા તો હોસ્પિટલની બહાર ઓક્સીજનના હોવાથી દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવશે નહિ જેવા બોર્ડ મારવાની ફરજ પડી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાપૂર્વક લઇને સોમવારે આવેદનપત્ર આપી કલેકટર સમક્ષ આરોગ્ય લક્ષી સેવા વધુ કરગર નીવડે એવી 8 માગ મૂકી છે.

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપી 8 આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માગ કરી

ખાનગી હોસ્પિટલને ઓક્સીજન સપ્લાય ઓછો કરી દેવાતા અનેક લોકો ઓક્સીજનની અછતને કારણે મોતને ભેટી રહ્યા છે ઓક્સીજન પુરવઠો યોગ્ય મળે તેમજ યોગ્ય આયોજન થાય તેવી માગ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર આપી 8 આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માગ કરી

૧ )વલસાડમાં સરકારી અને ઘણી ખાનગી હોસ્પિટલમાં ઓકિસજનની ઓછી સપ્લાયના કારણે નવા એડમીશન મળતા નથી તો ગંભીર લક્ષણોવાળા દર્દીઓને ઓક્સીજનના અભાવે મૃત્યુનું જોખમ રહે છે તો સરકારી અને દરેક ખાનગી હોસ્પિટલ માં ઓક્સીજનના અભાવે કોઇપણ નાગરિકના જીવ જોખમમાં ન આવે એવું તાત્કાલિક આયોજન કરવા વિનંતી છે .

2) વાપી ખાતેની જનસેવા હોસ્પિટલમાં ઓક્સીજનના અભાવે નવા દર્દીઓને પ્રવેશબંધ કરી દીધા છે તો દરેક સરકારી , ખાનગી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલને ઓકિસજનનો પૂરતો જથ્થો સપ્લાય કરવામાં આવે. પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવે ઊંચા પગાર ધોરણે અને કોઇપણ કર્મચારી સેવા બજાવતા તમને કોરોના થાય અને જો તેમનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં દિલ્હી સરકારના જેમ એક કરોડની સહાય એમના પરિવારને ચૂકવવામાં આવે .

૩ ) પી.એમ , અને સી.એમ કેર ફન્ડમાં વલસાડ જિલ્લાએ પણ ઘણો ફાળો આપ્યો છે હાલની પરિસ્થિતિને જોતા વલસાડ જિલ્લાને સહાયની ખૂબ જરૂર છે .

4 ) વલસાડના દરેક તાલુકામાં વેન્ટિલેટર સાથે ઓકિસજન ની સુવિધાવાળા 200 બેડના કોવિડ સેન્ટર યુદ્ધના ધોરણે ઊભાં કરવામાં આવે .

5 ) વલસાડ જિલ્લામાં ટેસ્ટિંગ કરવા માટેની કીટની અછત સર્જાઇ હોવાથી ઘણી જગ્યાએ ટેસ્ટિંગ સેન્ટર બંધ કરવા પડી રહ્યા છે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવે .

6 ) વલસાડ સિવિલ હોસ્પિટલમાં જે કોરોના પેશન્ટ છે એમના સગા સબંધીને પીપીઇ કીટ પહેરીને દિવસમાં એકવાર મળવા દેવામાં આવે .

7 ) વલસાડ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ધણી અછત હોવાના કારણે કોરોના પેશન્ટને સારવારમાં ધણી તકલીફ થઈ રહી છે એના કારણે મૃતકોની સંખ્યા વધી રહી છે . આવા સંજોગોમાં લોકોમાં ભય ઊભો થયો છે અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં જવા માટે લોકો ડરી રહ્યા છે .

8 ) પ્રાઇવેટ હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવું સમાન્ય લોકો માટે અશક્ય જેવી પરિસ્થિતિ થઇ છે છેલ્લા એક વર્ષ થી લોકો નોકરી ધંધા નથી ત્યારે સારવાર અને વહીવટી તંત્ર લોકો માટે વિશ્વસનીય કામગીરી કરે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details