વાપી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શનિવારે વધુ 12 સ્થાનિક અને 2 બહારના મળી કુલ 14 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 22 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1082 પર પહોંચી છે. જેમાંથી 908 સ્વસ્થ થયા છે. 174 સારવાર હેઠળ છે.
શનિવારે વલસાડ,દમણ,સેલવાસના નવા 22 કોરોના પોઝિટિવ કેસ, જ્યારે 32 ડિસ્ચાર્જ - સેલવાર કોરોના અપડેટ
શનિવારે વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના મળીને કુલ 22 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે ત્રણેય વિસ્તારના મળીને કુલ 32 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
શનિવારે વલસાડ,દમણ,સેલવાસના નવા 22 કોરોના પોઝિટિવ કેસ, જ્યારે 32 ડિસ્ચાર્જ
દમણમાં શનિવારે નવા 3 દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 07 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. દમણમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 991 થઈ છે. જેમાંથી 912 સ્વસ્થ થઈ ચૂક્યા છે. 79 સારવાર હેઠળ છે.
વલસાડ જિલ્લામાં શનિવારે નવા 05 દર્દીઓ નોંધાયા હતાં. તો, 03 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 955 દર્દીઓમાંથી 765 સ્વસ્થ થઈ ચૂક્યા છે. 104 દર્દીઓ મૃત્યુને ભેટી ચુક્યા છે. જ્યારે 86 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.