ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી કોરોના અપડેટઃ 64 પોઝિટિવ કેસ સાથે 1નું મોત

છેલ્લા 24 કલાકમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કુલ મળીને કોરોનાના 64 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 47 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. તેમજ વલસાડમાં એક કોરોના દર્દીનું મોત થયું હતું.

By

Published : Aug 9, 2020, 10:26 PM IST

વલસાડ કોરોના અપડેટ
વલસાડ કોરોના અપડેટ

વલસાડઃ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ મળી કુલ 64 નવા કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે 47 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે વલસાડ જિલ્લામાં એક કોરોના દર્દીનું મોત નીપજ્યું છે.

વલસાડ કોરોના અપડેટ

વલસાડ જિલ્લામાં રવિવારે વધુ 19 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. તો 19 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે એક દર્દી મૃત્યુ પામ્યો હતો. વલસાડ જિલ્લામાં આ સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 772 થઈ છે. જેમાંથી 134 સારવાર હેઠળ છે. જ્યારે 554 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 87 થયો છે.

વલસાડ કોરોના અપડેટ

સંઘપ્રદેશ દમણમાં રવિવારે કોરોનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 13 દર્દીઓ સ્વસ્થ થયા હતા. દમણમાં હાલ 199 દર્દીઓ સારવાર હેઠળ છે. 541 દર્દીઓ સ્વસ્થ થયા છે. દમણમાં રવિવારે 5 નવા કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 105 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

વલસાડ કોરોના અપડેટ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ રવિવારે વધુ 22 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 15 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં કુલ દર્દીઓમાંથી 193 એક્ટિવ દર્દીઓ છે. 493 દર્દીઓ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. 9 નવા કન્ટેમનેન્ટ ઝોન સાથે કુલ 218 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details