આરોપી 10 દિવસના રિમાન્ડ પર વાપી : સોમવાર 23 ઓક્ટોબરે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઊતારી દેનાર હત્યારાને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપી મૂળ યુપીનો છે. વાપીમાં તે છૂટક મજુરી કામ કરતો હતો. જેણે બાળકીને ચોકલેટ આપી ફોસલાવી લઈ ગયા બાદ આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.
25થી વધુ ટીમે શોઘખોળ કરી :વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં વલસાડ પોલીસે સ્થાનિક લોકોના સહયોગમાં 25થી વધુ ટીમ બનાવી દુષ્કર્મ અને હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. જેને કડકમાં કડક ફાંસી સુધીની સજા થાય તેવા પ્રયાસ સાથે વલસાડ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
CCTV ફૂટેજ આધારે આરોપીની ઓળખ : આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વાપીના ડુંગરા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ થયું હતું. જેની ફરિયાદ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં આસપાસના વિસ્તારમાં લાગેલ CCTV ફૂટેજ આધારે આરોપીની ઓળખ કરી તે બાળકીને જે ખાડી વિસ્તારમાં લઈ ગયો હતો ત્યાં તપાસ કરતા 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું સુરત ખાતે ફોરેન્સિક PM કરાવતા બાળકી સાથે દુષ્કર્મ આચરી ગળે ટુંપો દઈને તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી હોવાની પુષ્ટિ થઈ હતી.
આરોપી મૂળ યુપીનો અને 3 બાળકોનો પિતા છે : આ ચકચાર જગાવતી ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસે અલગ અલગ 25 જેટલી ટીમ બનાવી તેમજ સ્થાનિક લોકોની મદદ વડે બુલેટ ટ્રેન પ્રોજેકટ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી મૂળ યુપીનો અને 3 બાળકોનો પિતા છે. વાપીમાં 7 વરસથી છૂટક મજુરી અર્થે મહારાષ્ટ્રના સતારાથી અહીં સ્થાયી થયો છે. પાંચેક મહિનાથી તેની પત્ની અને 3 બાળકો પત્નીના પિયરે ગયા હોય અહીં એકલો રહેતો હતો. જે દરમ્યાન છેલ્લા એક સપ્તાહથી રૂમનું ભાડું ચૂકવી શક્યો ના હોઇ રૂમ ખાલી કરાવી દેતા છૂટક મજૂરી કરી રખડતું ભટકતું જીવન જીવતો હતો.
બાળકીનો વિશ્વાસ કેળવ્યો : એ અરસામાં તે અવારનવાર બાળકીના વિસ્તારમાં આવી નજીકની કરિયાણાની દુકાનેથી તેને ચોકલેટ જેવી ખાદ્ય ચીજો અપાવી ઓળખાણ ઉભી કરી હતી. 23મી ઓક્ટોબરે બાળકીનો વિશ્વાસ કેળવી તેને પોતાની સાથે લઈને ખાડી વિસ્તારમાં લાવી દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના અપરાધમાં પોલીસે દુષ્કર્મ, હત્યાની કલમ ઉમેરી કડકમાં કડક ફાંસી જેવી સજા થાય તે માટે પ્રયાસ કર્યા છે. જે માટે પોલીસ તરફથી સરકારી વકીલ મંજુર કરાવી 20 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી આરોપીને ફાંસીની સજા થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક 500 જેટલા લોકોનો પણ સહયોગ મળ્યો હતો...ડૉ. કરણરાજ વાઘેલા (જિલ્લા પોલીસવડા, વલસાડ)
આખા વિસ્તારને કોર્ડન કરાયો : ઉલ્લેખનીય છે કે 6 વર્ષની બાળકીને ફોસલાવી અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડવા વલસાડ પોલીસે SOG, LCB, સ્થાનિક ડુંગરા પોલીસ સહિત પોલીસ જવાનોની 50 જેટલી ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સ્થાનિક 500 જેટલા લોકોનો પણ સહયોગ મળ્યો હતો. જેના થકી આખા વિસ્તારને કોર્ડન કરી આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
- Father raped his daughter : વાપીમાં પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ કરાઇ
- Valsad Crime : લો હવે દારુની ખેપ મારતા એસઆરપી જવાન ઝડપાયો, પારડી પોલીસની સતર્કતાથી કરેલી કારી ફાવી નહીં
- Valsad Crime : નેપાળી મહિલાની શંકાસ્પદ હત્યા, નેપાળી સમાજે દુષ્કર્મની શંકા સાથે ન્યાયની માગ કરી