વાપીના સોની પાસેથી 40 લાખની સનસનાટીભરી લૂંટ વાપીઃ શહેરના ભડકમોરા ખાતે એક જ્વેલર્સને ત્યાં 40 લાખની લૂંટ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાકાબંધી સઘન બનાવી છે. સમગ્ર તપાસમાં એલસીબી અને એસઓજીની ટીમ પણ જોડાઈ છે.
સમગ્ર ઘટનાક્રમઃ વાપીના ભડકમોરા ખાતે ચિરાગ સિંગ અંબિકા જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. બનાવની રાત્રે ચિરાગ દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા. તેમની પાસે રહેલી બેગમાં 700 ગ્રામ સોનાના, 8 કિલો ચાંદીના દાગીના હતા. આ ઉપરાંત 40,000થી વધુની રોકડ રકમ પણ હતી. આ બેગમાં કુલ મુદ્દામાલ 40 લાખ રુપિયા જેટલો હતો. આ બેગ લઈને જ્વેલર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક બાઈક પર 3 બુકાનીધારીઓ તેમની કાર પાસે ધસી આવ્યા હતા. આ લૂંટારાઓએ હવામાં ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બાદ લૂંટારાઓ જ્વેલરની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ એક્શન મોડમાંઃ ફરિયાદ નોંધાયા બાદ વલસાડ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વાપી GIDC, ટાઉન, ડુંગરા પોલીસ મથકના સ્ટાફ દ્વારા નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. SOG અને LCBની ટીમને પણ લૂંટારાઓને પકડી પાડવા સૂચના અપાઈ ગઈ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વિગતોની તપાસ કરી રહી છે.
દુકાન બંધ કરીને હું ઘરે જવા માટે મારી કાર તરફ જઈ રહ્યો હતો. ત્યારે મારી પાસે 3 બુકાનીધારીઓ બાઈક પર ધસી આવ્યા હતા. તે પૈકી એક જણે દેશી તમંચાથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ત્યારબાદ તેઓ મારી બેગ લઈને ફરાર થઈ ગયા હતા...ચિરાગ સિંગ(ઓનર, અંબિકા જ્વેલર્સ, વાપી)
- Surat Crime : 4 લાખની લૂંટની તપાસ કરતાં વરાછા પોલીસને હાથ લાગ્યો ક્લૂ, ઘડીકમાં કેસ ઉકેલાયો
- Surat Crime : લ્યો બોલો, વરિયાવ પોલીસ ચોકીમાં દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ