ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad Crime : એલએન્ડટી કંપનીના પ્લાન્ટમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન લોખંડની ચોરી કરનારા ઝડપાયાં - બુલેટ ટ્રેનની કામગીરી

વલસાડ એલસીબી દ્વારા લોખંડ ચોરોને ઝડપી લેવાયા છે. આ ચાર ચોર દ્વારા પારડીના બાલદા ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન એલએન્ડટી કંપનીના પ્લાન્ટમાંથી લોખંડની ચોરી કરવામાં આવી હતી.

Valsad Crime : એલએન્ડટી કંપનીના પ્લાન્ટમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન લોખંડની ચોરી કરનારા ઝડપાયાં
Valsad Crime : એલએન્ડટી કંપનીના પ્લાન્ટમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન લોખંડની ચોરી કરનારા ઝડપાયાં

By

Published : Aug 10, 2023, 4:19 PM IST

વલસાડ : વલસાડ એલસીબીએ પારડીના બાલદા ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરીમાં એલએન્ડટી કંપનીના યુનિટમાંથી લોખંડની પ્લેટ ચોરી થઇ હતી. જેમાં ફરિયાદ થતાં ચોરી કરનાર ચાર ઇસમોને ઝડપી લેવાયાં છે. તેમની પાસેથી ચોરી કરાયેલું લોખંડ પણ કબજે લેવામાં આવ્યું છે. એલએન્ડટી કંપનીના યુનિટમાંથી ચોરી કર્યા બાદ આ લોખંડ ક્રિકેટ ગાઉન ખાતે સંતાડી દેવામાં આવ્યું હતું.

ભંગારના ગોડાઉનમાંથી ચોરેલ લોખંડની પ્લેટ મળી : પારડી દીપકવાડી ખાતે આવેલા અસલમ રફીક શાહના ભંગારના ગોડાઉનમાંથી પોલીસે એલએન્ડટી કંપનીમાંથી ચોરાયેલ લોખંડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂર્વ બાતમીને આધારે પોલીસે તપાસ ચોરીનો ગુનો ઉકેલાયો હતો.

બાતમીના આધારે ભંગારના ગોડાઉનમાં સર્ચ કરતા ચોરાયેલ લોખંડની પ્લેટ મળી આવી હતી અને પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. સ્થાનિક યુવકો સાથે ભંગાર ખરીદી કરનાર પણ તેમાં સહભાગી હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમ્યાન એલ.સી.બી વલસાડના એ.એસ.આઈ પ્રવીણકુમાર કિશનભાઈ તથા અ.પો.કો. આશીષ મયાભાઇ તથા અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઇ તથા અ.પો.કો. દશરથ જગદીશભાઇનાઓએ ટીમ વર્કથી કામગીરી કરી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળેલી છે. હાલ તો પોલીસે ચારેની અટકાયત કરીને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે...વી.બી.બારડ(પીઆઈ, વલસાડ એલસીબી)

ચોરીમાં સંડોવાયેલ 4 ઈસમો ઝડપાયા : પોલીસે તપાસ શરૂ કરતા આ ચોરીમાં સંડોવાયેલા અસલમ રફીક શાહ ,સાહિદ ખલીલ ફારૂકી, હાર્દિક ભરત પટેલ, અજય અશોક નાયકાની અટકાયત કરી તેમની પૂછપરછ કરતા એલએન્ડટી કંપનીના યુનિટમાંથી એક દિવસ અગાઉ હાર્દિક ભરત પટેલ અને અજય અશોક નાયકાએ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.

મુદ્દામાલ જપ્ત

ચોરેલી પ્લેટ ક્રિકેટ ગ્રાઉન્ડમાં છુપાવી : એલએન્ડટી કંપનીમાંથી ચોરી કરી ચાર લોખંડની પ્લેટ બાલદા ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સંતાડી દીધી હતી ત્યારબાદ આ ચારેય ભેગા મળી ટાટા જીપ નંબર જી જે 15 વાય વાય 3358 માં ચોરી કરેલા લોખંડને ભરી અસલમ રફીક શાહના ભંગારના ગોડાઉનમાં વેચાણ અર્થે લઈ ગયા હતાં.

ચોરાયેલો મુદ્દમાલ પોલીસે કબ્જે લીધો : હાલ તો પોલીસે ચારેયની અટકાયત કરી તેમની પાસે ચોરી કરેલી લોખંડની 4 પ્લેટ વજન 140 કિલોગ્રામ કિંમત 7000 તેમજ ટાટા જીપ કિંમત રૂપિયા 2 લાખ સહિતનો મુદ્દમાલ કબ્જે લીધો છે. અન્ય કોઈ ચોરી કરી છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  1. Valsad Crime : લ્યો બોલો હાવ ખોટે ખોટી ફરિયાદ નીકળી, પેટ્રોલપંપ કર્મચારીની લૂંટની ઘટનાનું નાટક પકડાઇ ગયું
  2. Valsad Crime: વાપીમાં ભાજપના નેતા શૈલેષ પટેલની હત્યા કરનાર 2 શાર્પ શૂટરોની ઝારખંડથી ધરપકડ
  3. Valsad Crime: વલસાડ SOG એ વાહનચોરી કરતા 3ને ઝડપ્યા, 6 વાહનચોરીનો ભેદ ઉકેલાયો

ABOUT THE AUTHOR

...view details