ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી

વલસાડ: તાલુકાના વેલવાચ ગામે બે ભાઈઓ વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા આરોપી ભાઈની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસની 4 વર્ષ બાદ સુનાવણી થઈ હતી. જેમાં વલસાડ કોર્ટે આરોપી ભાઈને 7 વર્ષની સજા ફટકારી છે.

વલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારીવલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી
વલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી

By

Published : Jan 17, 2020, 5:41 AM IST

ચાર વર્ષ પહેલાં વેલવાચ ગામે કૌટુંબિક ભાઈઓ રતિલાલ અને નાનાભાઈ દિપક વચ્ચે ઘર આંગણે મુકવામાં આવેલી પાણીની મોટર બાબતે ઝઘડો થયો હતો. જેમાં નાનો ભાઈ ઉશ્કેરાઈ જતા કુહાડી વડે મોટાભાઈ પર ગાળાના ભાગે હુમલો કરતા તેને ગંભીર ઈજા થઈ હતી. ઇજાગ્રત હાલતમાં તેને ધરમપુર ખાતે આવેલી સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જ તેનું મોત થયુ હતુ. ત્યારબાદ આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને દિપકની ધરપકડ કરી હતી.

વલસાડ કોર્ટે ભાઈની હત્યા કરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી

2016માં બનેલી આ ઘટનાની વલસાડ સેશન્સ કોર્ટમાં ગુરુવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેશન્સ કોર્ટે દિપકને દોષિત જાહેર કરતા IPC કલમ 304 ભાગ 2ના ગુના મુજબ સાત વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ 1000 રૂપિયાનો દંડ અને જો દંડ નહીં ભરવામાં આવે તો 30 દિવસની વધુ સજાનો હુકમ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details