ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં કોરોનાના 102 દર્દી સરકારી ચોપડે ગુમ થયા

વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 7 સપ્ટેમ્બર રવિવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડ તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ વલસાડમાં કુલ 1016 કેસ નોંધાયા છે, જેમાંથી 815 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 9 દર્દી મૃત્યું પામ્યા છે. હાલ 90 દર્દીઓ સારવાર હેઠળ છે. તો સવાલ એ છે કે, બાકીના 102 દર્દીઓનું શું થયું?

valsad corona update
valsad corona update

By

Published : Sep 7, 2020, 10:16 PM IST

વલસાડઃ જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના પોઝિટિવ આંક બાદ 7 સપ્ટેમ્બર રવિવારના રોજ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,016 થઈ છે. જ્યારે રવિવારના રોજ 2 લોકોને રજા આપવામાં આવી છે. જેમાં 81 વર્ષીય વૃદ્ધનો પણ સમાવેશ થાય છે.

વલસાડમાં કોરોનાના 102 દર્દી સરકારી ચોપડે ગુમ થયા

વલસાડ જિલ્લામાં કોરોનાને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા 35 ધન્વંતરિ રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમના દ્વારા વિવિધ સ્થળે જઈને લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જો કે તેમ છતાં પણ કોરોનાનો આંક વધી રહ્યો છે. વલસાડમાં 5, પારડીમાં 1 અને વાપીમાં 1 એમ કુલ 7 પુરૂષ અને વલસાડની 1 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મહત્વની વાત છે કે, સરકારી આંકડા મુજબ જિલ્લામાં કુલ 1,016 કોરોના પોઝિટિવ આંક પહોંચ્યો છે. હાલ કુલ 90 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 815 કોરોના દર્દી સ્વસ્થ થયા છે, તેમજ 9 કોરોના દર્દીના મોત થયા છે. હવે સવાલ એ થાય છે કે, આ આંકડામાં 102 દર્દીઓ ઓછા છે. આ કોરોના સંક્રમિત દર્દીઓનું શું થયું? એ બાબતે તંત્ર વિગતો છૂપાવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details