ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના રિસોર્ટમાં રોકાયેલા કોંગી ધારાસભ્યોએ લોકડાઉનના નિયમોનો કર્યો ભંગ - વલસાડના રિસોર્ટમાં રોકાયેલા કોંગી ધારાસભ્યોએ લોકડાઉનના નિયમોનો કર્યો ભંગ

વલસાડના ખાનગી રિસોર્ટમાં રાખવામાં આવેલા 10 ધારાસભ્યોએ કોંગ્રેસના ગઢ ગણાતા કપરાડા તાલુકાની મુલાકાત લીધી હતી તેમજ કપરાડાના સુખાલા ગામે જઈ કોંગ્રેસી કાર્યકરોનો ઉત્સાહ વધારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન એક પણ ધારાસભ્યે સામાજિક અંતર જાળવ્યું ન હતું.

વલસાડના રિસોર્ટમાં રોકાયેલા કોંગી ધારાસભ્યોએ લોકડાઉનના નિયમોનો કર્યો ભંગ
વલસાડના રિસોર્ટમાં રોકાયેલા કોંગી ધારાસભ્યોએ લોકડાઉનના નિયમોનો કર્યો ભંગ

By

Published : Jun 11, 2020, 10:19 PM IST

વલસાડ: 19 જૂનના રોજ આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીઓને લઈને માહોલ ગરમાયો છે ત્યારે વલસાડ જિલ્લાના કોંગી ધારાસભ્ય કપરાડા બેઠક પરથી રાજીનામુ આપી દીધું હતું જેને પગલે હવે વલસાડ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.

તો સાથે સાથે અન્ય ધારાસભ્યો પણ ક્યાંક કોંગ્રેસને રામ રામ ન કરી દે એ માટે કોંગ્રેસના દરેક ધારાસભ્યોને પ્રથમ રાજકોટ અને ત્યાર બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યને વલસાડના એક ખાનગી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.

જો કે તેમને લોકો સમક્ષ એવો ખુલાસો કરવો પડ્યો છે કે ડાંગ અને કપરાડામાં ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું હોવાથી તેમના કોંગ્રેસી કાર્યકરોનો ઉત્સાહ વધારવા અને આ બંને બેઠકો ફરી કોંગ્રેસ કબ્જે કરે એ માટે વહેલી તૈયારીના ભાગ રૂપે બંને બેઠક વિસ્તારમાં ફરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જેને અનુલક્ષીને કપરાડા તાલુકાના સુખાલા ગામે આવેલા લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં એક ખાનગી બસ મારફતે તમામ ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હતા. મહત્વની વાત એ છે કે આ સમયે કોંગ્રેસના તાલુકા પ્રમુખ તેમજ કપરાડાના મહત્વના કોંગી અગ્રણીઓ સૂચક રીતે ગેરહાજર રહ્યા હતા. આમ કોંગ્રેસના નેતાઓમાં અંદરોઅંદર ખેંચતાણ તો નથી તેવા સવાલો ઉભા કર્યા હતા.

વલસાડના રિસોર્ટમાં રોકાયેલા કોંગી ધારાસભ્યોએ લોકડાઉનના નિયમોનો કર્યો ભંગ

ઉપરાંત આ ધારાસભ્યોએ સામાજિક અંતર જાળવવાને બદલે નજીક ઉભા રહી ફોટા પડાવ્યા હતા અને લોકડાઉનના નિયમોનો સંપૂર્ણ ભંગ કર્યો હતો. જે એક રીતે તેમની પરિપક્વતાની ઉણપ દર્શાવે છે.

ABOUT THE AUTHOR

...view details