ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ કલેક્ટરે લીધી જિલ્લાના શેલ્‍ટર હોમની મુલાકાત - Infection of the corona virus

સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્‍યું છે તેથી શ્રમિકો વતનમાં જવા માટે રવાના થયા છે ત્યારે વલસાડ જિલ્લામાં અનેક શ્રમિકોને જે તે સ્‍થળે જ રોકી તેમને રહેવા-જમવાની વ્‍યવસ્‍થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

By

Published : Apr 11, 2020, 10:51 PM IST

વાપીઃ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્‍યું છે. લોકડાઉન જાહેર થવાની સાથે જ શ્રમિકો વતનમાં જવા પગપાળા નીકળ્‍યા હતા. રાજ્ય સરકારની સ્‍પષ્‍ટ ગાઇડલાઇન અનુસાર કામદારોને જે તે સ્‍થળે જ રોકાઇ જવા અને તેમને તમામ સવલતો મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

વલસાડ કલેક્ટરે લીધી જિલ્લાના શેલ્‍ટર હોમની મુલાકાત
વલસાડ જિલ્લામાં પણ અનેક શ્રમિકોને જે તે સ્‍થળે જ રોકી તેમને રહેવા-જમવાની વ્‍યવસ્‍થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે શેલ્‍ટર હોમ રોલા, વિસા ઓસ્‍વાલ સમાજ વાપી, લક્ષ્મી વિદ્યાપીઠ-સરીગામની મુલાકાત લીધી હતી.

કલેકટર ખરસાણે શ્રમિકોના આરોગ્‍ય, સેનિટેશન, રહેવા-જમવાની વ્‍યવસ્‍થા સહિતની તમામ બાબતોની ચકાસણી કરી શ્રમિકોને મળી રહેલી સગવડતાથી સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details