વલસાડ : ધરમપુર તાલુકાના આમબૂસી ભૌથણ ગામે રહેતા ધર્મેશ ભોયાની દીકરી અઢી મહિનાની દિવ્યાંગીને હૃદય રોગની બીમારી હોવાથી શુક્રવારના રોજ પરિવારે બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં (Valsad Civil Hospital) આઇ.સી.યુ માં દાખલ કરવામાં આવી હતી. પરંતુ બાળકીને જે બાટલો ચઢાવવામાં આવ્યો હતો. તે બાટલાની તારીખ એસ્પાયર થઈ ગઈ હતી. બાળકીને ચડાવેલો બાટલો પૂરો થતા પરિવારે બાટલા ઉપરની તારીખ જોતા તેમાં mgf,2020-01 અને exp તારીખ 2021-12 લખેલી હતી.
ઘટના અંગે બાળકીના પિતાએ હોસ્પિટલના ડોકટરને જાણ કરી હતી
બાળકીના પિતા ધર્મેશ ભોયાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને જાણ કરી હતી. બાળકીને એસ્પાયર ડેટ વાળો બાટલો ચડાવી દેતા પરિવાર જનોએ ગભરાઈ જતા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીની રાજ લઈ બીજા હોસ્પિટલમાં સારવાર (Girl Filled the Bottle with the Expiry Date) અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જેથી ભોગ બનેલા બાળકીના પરિવારને સિવિલ હોસ્પિટલની બેદરકારી (Dharampur Girl Admitted to Valsad Hospital) ભરી સારવારને લઈ વિશ્વાસ ડગમગી જતા પરિવારજનો સારવાર માટે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લઇ ગયા હતા.