ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી નજીકથી કોંગ્રેસી કાર્યકરોને કર્યાં ડિટેઇન - Fee

lock downમાં બંધ રહેલા શાળા અને કોલેજમાં હાલમાં એક સત્રની ફી આખી લેવામાં આવી રહી છે જેના વિરોધમાં આજે વિપક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન અને રોડ રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે વલસાડના એનએસયુઆઇ કાર્યકરો અને વલસાડ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરમપુર ચોકડી ઉપર ભેગા થઈ ચક્કાજામ કરે તે પૂર્વે જ પોલીસે સાત જેટલા કાર્યકરોને ડીટેઈન કરી વલસાડ સિટી પોલીસ મથકે લઇ આવ્યાં હતાં.

વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી નજીકથી કોંગ્રેસી કાર્યકરોને કર્યાં ડિટેઇન
વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી નજીકથી કોંગ્રેસી કાર્યકરોને કર્યાં ડિટેઇન

By

Published : Sep 28, 2020, 3:21 PM IST

વલસાડઃ મહત્વનું છે કે કોરોનાની મહામારીને લઈને છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ ખાતામાં એટલે કે વિવિધ શાળા કોલેજો બંધ હાલતમાં છે છતાં પણ ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણના માધ્યમથી વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઇને મધ્યમવર્ગીય પરિવારોની સીધી અસર પડી છે. ત્યારે આવા સમયમાં મધ્યમવર્ગીય પરિવારને ધ્યાને લઇને વિપક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા શાળા અને કોલેજના એક સત્રની ફી માફ કરવા અને વસૂલવામાં આવી રહેલી ફીના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને પગલે આજે વલસાડ જિલ્લામાં પણ એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ દશરથ કડું અને તેમની ટીમ તેમજ વલસાડ કોંગ્રેસ યુથના કાર્યકરો દ્વારા ધરમપુર ચોકડી પાસે ભેગા થઈ રોડ પર ચક્કાજામ અને વિરોધ દેખાવ કરે તે પૂર્વે સૂત્રોચ્ચાર કરતાં હતાં ત્યારે જ પોલીસ પહોંચી ગઈ હતી.

વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી નજીકથી કોંગ્રેસી કાર્યકરોને કર્યાં ડિટેઇન

પોલીસે સાત જેટલા કોંગ્રેસી કાર્યકરો દેખાવ કરી રહ્યાં હતાં ત્યારે ડિટેઈન કરી વલસાડ સિટી પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે ડિટેઇન કરેલા કાર્યકરોમાં મહેશભાઈ પટેલ ,દિવ્યેશ શીંગાડે, રોનક શાહ, વિદુર બહિલમાં, સુનીલ જેરામ પટેલ, અમિતભાઈ નાનુભાઈ પટેલ, આનંદ પારેખ, એન એસ યુ આઈ જિલ્લા પ્રમુખ દશરથ કડુનો સમાવેશ થાય છે. જોકે તે બાદ આ તમામ કાર્યકરોને નામ નોંધી બાદમાં પાછળથી છોડી દેવામાં આવ્યાં હતાં.

વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી નજીકથી કોંગ્રેસી કાર્યકરોને કર્યાં ડિટેઇન
મહત્વનું છે કે કોરોનાની મહામારી દરમિયાન બંધ રહેલી શાળા-કોલેજોમાં હાલમાં ઓનલાઇન શિક્ષણના નામે ફી વસૂલ કરવામાં આવી રહી છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા સમાજના હિતમાં આ સમગ્ર બાબતને વિરોધ કરવા તેમ જ ફી માફી કરવા માટે આ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી આજે વલસાડમાં કાર્યકરો બેનરો અને સૂત્રોચ્ચાર લઈ રોડ પર ચક્કાજામ કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા સાત જેટલા કાર્યકરોને ડીટેઈન કરી દેવાયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details