ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ ST ડેપો પણ સજ્જડ બંધ અનેક બસો ડેપોમાં પાર્ક કરેલી જોવા મળી - વલસાડ

વલસાડનો ST ડેપો રવિવારના રોજ સૂમસામ જોવા મળ્યો હતો, અહીંથી નીકળતી અનેક ટ્રીપો રવિવારના રોજ રદ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને માનવ કરફ્યૂની અપીલ કરવામાં આવી હતી. જેને લઇને ST વિભાગ દ્વારા મોડી રાત્રે પરિપત્ર બહાર પાડી ST ડેપો બંધ રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને પગલે વલસાડનો ST ડેપો પણ બંધ રહ્યો હતો.

વલસાડ ST ડેપો પણ સજ્જડ બંધ અનેક બસો ડેપોમાં પાર્ક કરેલી જોવા મળી
વલસાડ ST ડેપો પણ સજ્જડ બંધ અનેક બસો ડેપોમાં પાર્ક કરેલી જોવા મળી

By

Published : Mar 22, 2020, 4:39 PM IST

વલસાડઃ મોટા પ્રમાણમાં લોકો STમાં મુસાફરી કરતા હોય છે, ખાસ કરીને ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં અવર-જવર કરવા માટે ST ડેપો સિવાય અન્ય કોઈ વિકલ્પ હોતો નથી. જેને પગલે લોકો અહીં ST બસોમાં મુસાફરી કરતા હોય છે. જેમાં વિદ્યાર્થીઓ માટે ST વરદાનરૂપ સાબિત થાય છે, પરંતુ કોરોના વાઇરસના કારણે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરતાં રવિવારના રોજ ST વિભાગ દ્વારા તમામ ST ડેપો બંધ રાખવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાનો ST ડેપો પણ બંધ રહ્યો હતો અને અનેક રૂટો સતત બંધ રહેતા ડેપોમાં એક પણ મુસાફર જોવા મળ્યો નહોતો અને તમામ ડેપોમાં પાર્ક કરેલી જોવા મળી હતી.

વલસાડ ST ડેપો પણ સજ્જડ બંધ અનેક બસો ડેપોમાં પાર્ક કરેલી જોવા મળી
વલસાડ ST ડેપો પણ સજ્જડ બંધ અનેક બસો ડેપોમાં પાર્ક કરેલી જોવા મળી

ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ સમગ્ર દેશમાં જનતા કરફ્યૂનું સૂચન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. જેના પાલનને અનુલક્ષી ST વિભાગ દ્વારા તમામ ડેપો બંધ રાખવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેથી વલસાડ ST વિભાગ પણ સદંતર બંધ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details