ગુજરાત

gujarat

ETV Bharat / state

પોઝિટિવ વલસાડઃ બ્લડ બેન્કમાં 13 લોકોએ કર્યું પ્લાઝમા ડોનેટ, 22 લોકોને મળ્યું નવું જીવન - પોઝિટિવ વલસાડ સ્ટોરી

રક્ષાબંધનના દિવસથી વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા પ્લાઝમા થેરાપી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 13 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. આ પ્લાઝમા દ્વારા 22 લોકોને નવું જીવન મળ્યું છે. તો આવો જાણીએ પ્લાઝમા થેરાપી વિશે...

વલસાડ બ્લડ બેન્ક
વલસાડ બ્લડ બેન્ક

By

Published : Aug 14, 2020, 7:42 PM IST

વલસાડઃ કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ કોરોનાની દવા શોધવા આજે વિશ્વના તમામ દેશો મથી રહ્યા છે, પરંતુ હજૂ સુધી તેની કોઈ અકસીર દવા શોધાઈ નથી. આવા સમયે તેની સામે લડી રહેલા પોઝિટિવ દર્દીઓને બચાવવા માટે પ્લાઝમા થેરાપીનો ઉપયોગ વૈકલ્પિક રીતે થઈ રહ્યો છે. એટલે કે, જે દર્દી કોરોનાને માત આપીને સ્વસ્થ્ય થયા હોય તેવા લોકોના લોહીમાં કોરોનાની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ તેમના પ્લાઝમામાં ડેવલોપ થાય છે અને એજ પ્લાઝમા કોરોના સામે સારવાર લઇ રહેલા દર્દીને આપવાથી કોરોના દર્દી કોરોનાને માત આપી ઝડપથી સ્વસ્થ્ય થાય છે. પ્લાઝમા થેરાપી વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ષાબંધનના દિવસેથી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 13 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. આ પ્લાઝમા દ્વારા 22 લોકોને નવુ જીવન મળ્યું છે.

વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા પ્લાઝમા થેરાપી શરૂ કરવામાં આવી

આવો જાણીએ પ્લાઝમા થેરાપી વિશે...

પ્લાઝમા શું છે?

માનવ શરીરના રક્તમાં કણો અને પ્લાઝમામાં રહેલા છે. આ કણોમાં રક્તકણ અને શ્વેત કણ અને પ્લેટલેટ્સનો સમાવેશ થાય છે. તંદુરસ્ત વ્યક્તિમાં આશરે 45 ટકા કણો અને આશરે 55 ટકા પ્લાઝમાનો ભાગ હોય છે. પ્લાઝમામાં આશરે 92 ટકા જેટલું પાણી હોય છે, જેમાં પ્રોટીન હોર્મોન્સ મિનરલ અને એન્ટીબોડી વગેરેનો સમાવેશ થાય છે.

પ્લાઝમા દ્વારા 22 લોકોને નવુ જીવન મળ્યું

કોવિડ 19 કોનવેલેસન્ટ પ્લાઝમા એટલે શું?

કોઈપણ વ્યક્તિ કે જેને કોરોનાનો ચેપ લાગ્યો હોય અને સાજા થયા બાદ તેના રક્તમાં એક પ્રકારનું એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. જે કોરોના જેવી બીમારી સામે લડત આપવા માટે સક્ષમ હોય છે અને તેથી જ આવા દર્દીઓ જેવું કોરોનાને માત આપીને સાજા થઈ ગયા હોય તેવા દર્દીઓના પ્લાઝમામાં અન્ય પોઝિટિવ દર્દીઓ ને સાજા થવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. કારણ કે, સાજા થયેલા દર્દીઓના પ્લાઝમાને સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવે તો તેઓ જલ્દીથી સાજા થઇ જાય છે.

પ્લાઝમા થેરાપી વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા રક્ષાબંધનના દિવસેથી શરૂ કરવામાં આવી

પ્લાઝમા કોણ ડોનેટ કરી શકે?

18 વર્ષથી 65 વર્ષની ઉંમર ધરાવતા પુરૂષ કે સ્ત્રી જેમને તાવ અને ખાંસીના લક્ષણો સંક્રમણ દરમિયાન હતા તથા વજન 50 કિલો ગ્રામથી વધુ અને હિમોગ્લોબિન 12.5 ગ્રામ કરતાં વધુ હોય શરીરમાં પોટેશિયમનું પ્રમાણ 6 ગ્રામ હોય તથા લોહીથી ફેલાતા રોગો હમણાં કે ભૂતકાળમાં ન થયો હોય તેવા લોકો પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

પ્લાઝમા ડોનેટ કોણ ન કરી શકે?

છેલ્લા એક વર્ષ દરમિયાન જેને લોહી કે લોહીના ઘટકો ચડાવેલા હોય અને કોરોનામુક્ત થયાના 4 મહિનાનો સમય થઈ ગયો હોય તેવા લોકો ક્લાસમાં ડોનેટ કરી શકતા નથી.

પ્લાઝમા ડોનેટ કરવા આવનારા કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીમાંથી માત્ર 500 ML પ્લાઝમા લેવામાં આવે છે. વળી આ ડોનેટ કરેલું પ્લાઝમા કોવિડ 19થી સંક્રમિત થયેલા દર્દી જેનું ઓક્સિજન લેવલ 93 કરતાં ઓછું હોય તેમજ જે વેન્ટિલેટર પર હોય એવા કોઈના પેશન્ટ ક્લાસમાં આપી શકાય છે. જેથી કરીને તેના શરીરમાં ક્લાસમાં ગયા બાદ તે જલ્દીથી કોરોનાને માત આપીને સાજો થઈ શકે છે.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાને માત આપીને 600 લોકો સ્વસ્થ થયા છે, પરંતુ જ્યારે પ્લઝમા ડોનેટ કરવાની વાત આવે ત્યારે આવા લોકો આગળ આવતા નથી. અત્યાર સુધી બ્લડ બેન્કમાં માત્ર 13 લોકોએ પોતાનું પ્લાઝમા ડોનેટ કર્યું છે. જેના થકી અત્યાર સુધીમાં 22 લોકોને આ ડોનેટ કરેલું પ્લાઝમા આપવામાં આવ્યું છે અને તેઓ હાલ સ્વસ્થ થયા છે.

મહત્વનું છે કે, કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે કોરોના સામે લડવા માટે ICMR (ભારતીય તબીબી સંશોધન પરિષદ) દ્વારા વૈકલ્પિક રીતે પ્લાઝમા થેરાપી શરૂ કરવામાં આવી હતી. જેના સારા પરિણામ મળતાં હાલમાં પ્લાઝમા થેરાપી દરેક રાજ્યોમાં અને દરેક જિલ્લામાં ધીરે-ધીરે શરૂ થાય છે અને જેના સારા પરિણામો પણ મળી રહ્યા છે, પરંતુ લોકો પ્લાઝમા ડોનેટ કરવાથી ડરી રહ્યા છે. જેના કારણે જરૂરિયાત મુજબનું પ્લાઝમા ડોનેટ થતું નથી અને લોકો કોરોનાની મહામારીમાં પણ પીડાઈ રહ્યા છે. કોરોના જેવી મહામારીને માત આપીને સાજા થયેલા દર્દીઓ જો 27 દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરે તો અન્ય વ્યક્તિઓને પણ કોરોનામાંથી બચાવી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details