પોર્ટુગીઝ પાસપોર્ટ મેળવવાનું કૌભાંડ વલસાડ: પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ભારતીય પાસપોર્ટ મેળવવાનું મોટું કોભાંડ ઝડપી પાડી માસ્ટર માઈન્ડ સહિત ચાર આરોપીઓને જેલ ભેગા કર્યા છે. પોલીસે કુલ 5 ડુપ્લીકેટ પાસપોર્ટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
5 ડુપ્લીકેટ પાસપોર્ટ જપ્ત શું છે પોર્ટુગલ પાસપોર્ટ મેળવવાનું કૌભાંડ: 1961 પહેલા જેનો દમણ, દીવ, દાદરા અને નગર હવેલી અને ગોવામાં જન્મ થયો હોય અને તેની જન્મ નોધણી કરાવી હોય એવા લોકોના પુત્ર પૌત્રોને પોર્ટુગીઝ કન્ટ્રીમાં એન્ટ્રી મળી શકે છે. પોર્ટુગીઝ પાસપોર્ટ મળ્યા બાદ યુરોપિયન કન્ટ્રીના 29 દેશોમાં તેવા લોકો આસાનીથી આવી જઈ શકતા હોય છે. જેથી પોર્ટુગીઝ પાસપોર્ટની ડીમાંડ વધુ છે. જેથી દમણનાં રહીશોના સગાના નામે ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી ખાસ કરીને યુ.કે. લંડન આસાનીથી સ્થાયી થઈ શકાય છે. જેની લાલચે જ ખોટા પુરાવા ઉભા કરીને પાસપોર્ટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શક્યતાઓ છે.
'SOGની ટીમને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી મળી હતી કે વલસાડના છીપવાડ મોટા ગરનાળાના પુલ પાસે રોડ ઉપરથી આરોપી મોહમદ સોહિલ સરફુદ્દીન શેખની અટકાયત કરી હતી. જેની પાસેથી એક ભારતીય પાસપોર્ટ તથા જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું.વધુ તપાસ કરતાં પકડાયેલ આરોપીએ મોહમ્મદ સોહિલ સરફુદ્દીન શેખનો વર્ષ 2021માં સોહીલ ઇમરાન શેખ નામથી ખોટો બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો. જેના માટે ગ્રામપંચાયત જુજવાનું જન્મ પ્રમાણપત્ર ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી નકલી પાસપોર્ટ મેળવ્યો હતો. પોલીસે મોબાઇલ ફોન તથા આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ કબજે કરી આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.' - ડૉ. કરણરાજ વાઘેલા, પોલીસ વડા, વલસાડ
5 ડુપ્લીકેટ પાસપોર્ટ જપ્ત:આ કોભાંડના માસ્ટર માઇન્ડ મોહમદ સાકીબ ઉર્ફે ટોમ મકસુદની પોલીસે 11 સપ્ટેમ્બર 2023ના રોજ ધરપકડ કરી હતી અને તેની પુછપરછ દરમ્યાન અન્ય 10થી વધુ વ્યક્તિોના પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવા માટે પ્રથમ ભારતીય પાસપોર્ટ અલગ અલગ વ્યક્તિના ખોટા નામ, સરનામાં, ખોટી જન્મ તારીખ, ખોટું જન્મ સ્થળ દર્શાવી ખોટા ડોક્યુમેન્ટસ ઉભા કરી ઉંચી કિંમતે પાસપોર્ટ બનાવી આપ્યાની કબુલાત કરી હતી. આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિઓના ત્રણ બનાવટી પાસપોર્ટ કબ્જે કરવામાં આવ્યાં છે. આમ તપાસ દરમ્યાન હાલ સુધી કુલ 5 પાસપોર્ટ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
મહિલાની સંડોવણી: એક મહિલાએ આયેશાબીબી કાસમુબાઈ (દમણ) નાં નામે ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવ્યો હોવાનું બહાર આવતાં ગુનામાં સંડોવણી જણાતા તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી છે. તેમજ આરોપી બુરહાન સુલેમાન ટેલરએ બુરહાન ઇમરાન શેખના નામે ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવ્યો હતો. જેની 19 સપ્ટેમ્બર 2023ના રોજ ધરપકડ કરી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ અન્ય તમામ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
સરકારી અધિકારીઓ પણ સામેલ: કોભાંડનો માસ્ટર માઇન્ડ આરોપી મહમદ સાકીબ ઉર્ફે ટોમ અગાઉ વલસાડ કલ્યાણ બાગ સામે પેરેડાઇઝ પાસપોર્ટ સર્વિસના નામે કામ કરતો હતો. આમ પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી દશથી વધુ લોકાના ભારતીય પાસપોર્ટ મેળવવાનું કોભાંડ પકડી પાડવામાં એસઓજી વલસાડની ટીમને મહત્વની સફળતા મળી છે. આ સમગ્ર કોભાંડમાં આધારકાર્ડ/પાનકાર્ડ/ ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે બનાવવામાં મદદ કરનારા સરકારી અધિકારીઓ પણ સામેલ હોય તેઓ પણ પોલીસની રડાર પર આવી જતાં તેઓની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે હજુ પણ અનેક ડુપ્લીકેટ પાસપોર્ટ મળવાની સંભાવના છે.
- Illegal Immigration to India: દેહ વિક્રયના મોટા રેકેટનો પર્દાફાસ, ગેરકાયદે ભારતમાં ઘુસણખોરી કરનાર છ બાંગ્લાદેશી સહિત એક એજન્ટ ઝડપાયા
- Ahmedabad Crime News: અમદાવાદમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા કુલ 13 બાંગ્લાદેશી ઝડપાયા