- રખડતા પશુને કારણે સર્જાયો અકસ્માત
- ખડકી હાઇવે ઉપર અચાનક પશુ આગળ આવી જતા ચાર કારને નડયો અકસ્માત
- કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ
- અચાનક ઘટના બનતા હાઇવે પર વાહનોની લાંબી કતારો
વલસાડ:ખડકી નેશનલ હાઈવે 48 પર મુંબઈ તરફના ટ્રેકથી સુરત તરફ જતી ક્રેટા કાર નંબર MH 46 BL 0333ની આગળ અચાનક એક પશુ આવી જતા તેમણે કારને ઇમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી.
વિચિત્ર અકસ્માત: પશુને બચાવવા જતા એક સાથે 4 કાર અથડાઈ પશુ આવી જતા કાર ચાલકે ટ્રેક બદલ્યો એક પછી એક ચાર કાર અથડાઈ
કારે ટ્રેક બદલતા તેમના પાછળ ઇક્કો કાર નંબર MH 48 BT 2271, જે પાછળ વર્ના કાર નંબર MH02 CZ 8045 અને એસ.એક્સ ફોર કાર નંબર MH 04 DN 1435 આમ ચાર કાર એક પાછળ એક ધડાકાભેર અથડાતા હાઇવે પર ગંભીર અકસ્માત (accident on Khadki Highway) સર્જાયો હતો.
વિચિત્ર અકસ્માત: પશુને બચાવવા જતા એક સાથે 4 કાર અથડાઈ આ પણ વાંચો:હરિયાણામાં ખેડૂત આંદોલનમાં સામેલ મહિલા ખેડૂતોને ટ્રકે કચડી નાખ્યા, 3ના મોત
કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ
આ અકસ્માત (khadki highway aksmat )માં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પોહચી હતી, જોકે કારમાં સવાર તમામનો બચાવ થયો હતો, અને ચારેય કારને ભારે નુકશાન પહોંચ્યું હતું, અચાનક બનેલી ઘટનાને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી.
વિચિત્ર અકસ્માત: પશુને બચાવવા જતા એક સાથે 4 કાર અથડાઈ આ પણ વાંચો:હરિયાણામાં અકસ્માતઃ ઝડપથી આવતા ટ્રેક્ટરે બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા, બંનેના મોત
હાઇવે પર અચાનક આવી જતા રખડતા પશુને પગલે અગાઉ પણ બની છે અકસ્માતની ઘટના
આ અગાઉ પણ આ જ હાઇવે પર રખડતા ઢોર આવી જવાને કારણે વાહનો પલટી થવાના કે બાઈક ચાલકો દિવાઇડર ઉપર ચડી જવાના બનાવો બનવા પામ્યા છે, ત્યારે આ બનેલી ઘટનામાં મોટી હોનારત ટળી હતી. ઘટના અંગે જાણકારી મળતા પારડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પોહચી હતી, ને હાઇવે ઉપર પડેલી કારને સાઈડમાં ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હતી..