બસમાં ચડવાની ઉતાવળમાં સર્જાઇ કરુણાંતિકા વલસાડ : વલસાડ એસટી ડેપોમાં બનેલી આ ઘટનામાં સેગવી ગામની મહિલા સુમિત્રાબેન હળપતિ તરીકે ઓળખ થઇ છે. બસમાં ચડવા જતા નીચે પટકાતા બસના આગળનું વ્હીલ મહિલાના માથાના ભાગે ફરી વળતા સ્થળ ઉપર મહિલાનું કરુણ મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી છે. ઘટનાની જાણ થતાં ડેપો મેનેજર અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.
સેગવી ગામની મહિલા ચાલુ બસમાં ચડવા જતાં થયું મોત : વલસાડ નજીકમાં આવેલા સેગવી ગામની મહિલા વલસાડ બજારમાં કામ અર્થે આવી હતી. સુમિત્રાબેન હળપતિ નામની મહિલા ઘરે પહોંચવા માટે બસ ડેપો પહોંચી ત્યારે ડેપોમાં બસ ધરમપુર જવા માટે ઉપડી રહી હતી. એજ બસમાં ચાલુ બસે ચડવા જતા પગ સ્લીપ થઈ જતા નીચે પટકાતા આગળનું ટાયર મહિલાના માથાના ભાગેથી ફરી વળ્યું હતું.
વલસાડ પાટી બસ મુકાઈ અને તેમાં ચડતી વખતે બની ઘટના : વલસાડ ડેપોમાંથી ધરમપુર જવા માટે દર કલાકે બસો મળે છે છતાં લોકો બસમાં ચડવા માટે ભારે ઉતાવળ કરતા હોય છે. વળી ચાલુ બસે ચડવા માટે પણ અનેક લોકો ટેવાયેલા હોય છે. ત્યારે આજે ચાલુ બસમાં ચડવા જતા પગ સ્લીપ થઈ જતા નીચે પટકાતા કરુંણાતિકા સર્જાઇ ગઇ હતી. બસ જોઈને દોડી આવેલી મહિલા ચડવા જતા તે નીચે પટકાઈ અને તેનું બસ નીચે આવી જતા તેનું મોત થયું હતું. અચાનક બનેલી ઘટનાને પગલે ભરચક પબ્લિકમાં બનેલી ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ જતા ભીડ જામી હતી.
ડેપો મેનેજરે પોલીસને જાણ કરી : વલસાડ ડેપોમાં બનેલી ઘટનાને પગલે લોકોની ભીડ જામતા ડેપો મેનેજરે દોડી આવ્યાં હતાં. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા વલસાડ સીટી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી મૃતક મહિલાની બોડીનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટેની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઘટના અંગે ડેપો મેનેજર દ્વારા પોલીસને હાલ જાણ કરતા પોલીસે બસચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.
ઘટના અંગે મૃતક પરિવારને જાણ કરાઈ : ઘટના બનતા પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃતક મહિલાની ઓળખ સુમિત્રાબેન હળપતિ હોવાનું જણાવાયું હતું. જે બાદ મૃતક મહિલાના પરિવારને અકસ્માત અંગેની જાણકારી આપતા પરિવારના સભ્યો પણ સ્થળ ઉપર પહોંચીને ભારે આક્રંદ કરતા જોવા મળ્યાં હતાં. આમ ચાલુ બસમાં ચડવા જતા મહિલા બસના ટાયર નીચે આવી જતા જીવ ગુમાવ્યો છે.
- સુરતમાં ચાલુ બસે નીચે ઉતારવા જતાં યુવકનું મોત, બસચાલક બસ છોડી ફરાર
- Bhavnagar news: ભારે વરસાદમાં 50થી વધુ મુસાફરોની જિંદગી સાથે મોતનો ખેલ, જાણો સમગ્ર મામલો