ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad ACB Trap: બેંકના મેનેજરે લોન દેવાના બહાને લાંચ માંગી, 20 હજારનું ખાખી કવર લેતા ઝડાપાયા - Valsad ACB Trap bank manager

વલસાડના વેજલપોરનો કેનેરા બેંકનો મેનેજર 20 હજારની લાંચ લેતા ઝડપાયો છે. યોજના હેઠળ 1 લાખ જેટલી સબસીડી મળતી હોય જે અંગે મેનેજર અરજદારના ઘરે જઈ લોન પાસ કરાવી હોવાથી 20 હજાર વ્યવહારના આપવા પડશે. એવી માંગ કરી હતી. ફરિયાદીએ એ.સી.બીનો સંપર્ક કર્યો હતો. જેમાંથી લાંચિયો અધિકારી પકડાયો છે.

વલસાડના વેજલપોર નો કેનેરા બેંકનો મેનેજર બેંક 20 હજારની લાંચ લેતા ઝડપાયો
વલસાડના વેજલપોર નો કેનેરા બેંકનો મેનેજર બેંક 20 હજારની લાંચ લેતા ઝડપાયો

By

Published : Apr 27, 2023, 11:34 AM IST

વલસાડના વેજલપોર નો કેનેરા બેંકનો મેનેજર બેંક 20 હજારની લાંચ લેતા ઝડપાયો

વલસાડ:બેંકમાં કામ કરવાનું અને નાણાના વ્યવહાર બેંકની બહાર કરવાના. એવો કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. વલસાડમાં આવેલા કેનેરા બેંકના મેનેજર જગદીશચંદ્ર ક્રિષ્ના ચંદ્ર મિશ્રા ACBના હાથે ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી હતી. વાજપેય બેંકેબલ યોજના અંતર્ગત મળતી લોનમાં સબસીડી સાથે લોન પાસ કરવા પેટે વ્યવહાર પેટે રૂપિયા 20 હજાર માંગતા ફરિયાદ થઈ હતી. જેમાં ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હતા. તેમને એ.સી.બીને જાણ કરતા આખરે 20 હજાર લેતા ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચો Valsad News : ગર્ભવતી મહિલાને 3 કિમી ટોર્ચના પ્રકાશે લાકડાની ઝોળી બનાવી ઊંચકી 108 સુધી લઈ જવાઈ

યોજના હેઠળ લોન:ધમડાચી વેજલપોર કેનેરા બેંકમાં ગ્રાહકને વાજપેય બેંકેબલ યોજના હેઠળ લોન લેવા માટે અરજી કરી હતી. જોકે આ યોજના હેઠળ 1 લાખ જેટલી સબસીડી મળતી હોવાથી જે અંગે મેનેજર અરજદારના ઘરે જઈ લોન પાસ કરાવી હોવાથી 20 હજાર વ્યવહારના આપવા પડશેની માંગ કરાઈ હતી. આ કેસમાં ફરિયાદીએ એ.સી.બીનો સંપર્ક કર્યો હતો. બેંક લોન બાબત ફરિયાદીના ઘરે જઈને રૂપિયા 20 હજારની લોન પાસ કરાવવા માટે માંગી હતી. જે હકીકતમાં લાંચ પેટે માગવામાં આવ્યા હતા.

છટકુ ગોઠવાયુંઃફરિયાદીએ આ કેસમાં સમગ્ર કેસની હકીકત એન્ટી કરપ્શન બ્યૂરોને આપી હતી. જેના પરથી એ.સી.બીએ એક યોજના તૈયાર કરી હતી. જેમાં લાંચિયો અધિકારી ઝડપાયો હતો. ફરિયાદી રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.એ છટકું ગોઠવી લાંચ આપવા માટે હેતુ લક્ષી વાતચીત કરી હતી. જેમાં પૈસાની લેતીદેતી પણ જોડાયેલી હતી. 20 હજાર રૂપિયા ખાખી કવર માં ભરી ખેરગામ ગુંદલાવ રોડ ઉપર આવેલ વાડીલાલ આઈસ્ક્રીમ પાર્લર બહાર રોડ ઉપર આવી પોતાની થેલીમાં પૈસા મુકાવી લાંચ સ્વીકારી હતી.

આ પણ વાંચો Valsad News : પારડીમાં ઘુવડનું વેચાણ કરવા આવેલા એક મહિલા સહિત ત્રણને વનવિભાગે દબોચી લીધા

ટ્રેપ સફળ:આ કેસમાં સુરત એ.સી.બી નિયામકના માર્ગદર્શનમાં ટ્રેપ સફળ રહી હતી. આ ટ્રેપિંગ અધિકારી તરીકે કે.આર.સક્સેના, પોલીસ સબ ઇન્સ્પેકટર વલસાડ ડાંગ તેમજ સ્ટાફ તથા સમગ્ર કેસમાં સુપરવિઝન અધિકારી, મદદનીશ નિયામક, એ સી બી સુરત એકમના આર .આર ચૌધરી માર્ગદર્શનમાં ટ્રેપ સફળ રહી હતી. એસીબી દ્વારા રંગે હાથે 20,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા કેનેરા બેંકના મેનેજર જગદીશચંદ્ર ક્રિષ્ના ચંદ્ર મિશ્રાની એસીબીએ ધરપકડ કરી છે. તેની સામે લાંચ લેવાના ગુના અન્વયે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી વલસાડ એસીબી વિભાગ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details