વલસાડઃ જિલ્લાના ધરમપુરમાં આવેલી સરકારી સ્ટેટ હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે પહેલા માળ ઉપર કોઈ અગમ્ય કારણોસર આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જોકે ઘટના બનતા સારવાર લઈ રહેલા દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઇ જાનહાનિ થઇ ન હતી.
વલસાડઃ ધરમપુરની સરકારી હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે આગ લાગી - Dharampur Municipality
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલી સરકારી સ્ટેટ હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે પહેલા માળ ઉપર કોઈ અગમ્ય કારણોસર આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જોકે ઘટના બનતા સારવાર લઈ રહેલા દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઇ જાનહાનિ થઇ ન હતી.
સ્ટેટ સરકારી હોસ્પિટલમાં પહેલા માળે આગ ભભૂકી ઉઠતા શોર બકોર શરૂ થઈ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ બૂમાબૂમ કરતા હોસ્પિટલનો સ્ટાફ ડોક્ટર તેમજ તમામ લોકો દોડી આવ્યા હતા અને પહેલા માળે સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને આગ લાગેલા રૂમમાંથી બહાર ખસેડી લેવામાં આવ્યા હતા, તેમજ હોસ્પિટલનો સ્ટાફ નર્સ સહિત અનેક લોકો પણ બહાર નીકળી ગયા હતા. આ ઘટનાની જાણ ધરમપુર નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લીધી હતી. મહત્વનું છે કે આ આગ કઈ રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.