વલસાડ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત 20ની ઉપર કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. બુધવારના રોજ 27 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ ગુરુવારે ફરીથી 28 જેટલા કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કોરોના વાઇરસના 28 પોઝિટિવ કેસમાંથી 22 જેટલા પુરુષોને અને 6 જેટલી મહિલાઓ છે.
વલસાડ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 28 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 300ને પાર - valsad corona update
વલસાડ જિલ્લામાં દિન- પ્રતિદિન કોરોના વાઇરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગરૂવારે કોરોના પોઝિટિવના વધુ 28 કેસ સામે આવ્યા છે. જયારે ચાર દર્દીઓ સજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી હવે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 317એ પહોચ્યો છે.
જેમાં વલસાડ તાલુકામાં 6, પારડી તાલુકામાં 3, વાપી તાલુકામાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. ઉમરગામમાં 1, ધરમપુરમાં 1 અને બાકી રહેલા કપરાડામાં પણ કોરોનાના એક કેસ સામે આવ્યો છે. આમ જિલ્લામાં કોરોનાનો આંકડો 317 ઉપર પહોંચ્યો છે. ત્યારે હાલમાં જિલ્લામાં 193 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 108 જેટલા દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૬ લોકોના મોત નિપજ્યા છે.જયારે અત્યાર સુધી જિલ્લામાં 6220 જેટલા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 317 પોઝિટિવ અને 5903 જેટલા નેગેટિવ આવ્યા છે.