વડોદરાની M.S યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાજરીનો પ્રશ્ન ફરી ચર્ચાયો - gujarat
વડોદરા: શહેરમાં M.S યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં હાજરીનો પ્રશ્ન ફરી ચર્ચાયો છે. કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ દરેક યુનિટના નોટિસ બોર્ડ પર લેખિત ચિમકી આપી છે કે જે વિદ્યાર્થીઓની હાજરી ૮૦ ટકા નહીં હોય તેમને મીડ સેમેસ્ટર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

વડોદરાની M.S યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં હાજરીનો પ્રશ્ન ફરી ચર્ચાયો
વડોદરાની M.S.Uમાં કોમર્સ ફેકલ્ટીમાં હાજરીનું ભૂત ફરી એક વખત સવાર થયું છે. યુનિવર્સિટીમાં ૮૦ ટકા હાજરીના નિયમનો અમલ નહીં કરવામાં કોમર્સ ફેકલ્ટી સૌથી મોખરે છે. ભૂતકાળમાં પણ હાજરીના નિયમો લાગુ કરવાના પ્રયત્નો નિષ્ફળ ગયેલા છે. કારણ કે, આ નિયમો લાગુ કરવા સત્તાધીશો અને વિદ્યાર્થીઓ બંને પક્ષની તૈયારી નથી હોતી. હાલમાં નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓને પોતાના યુનિટ પર જ લેક્ચર એટેન્ડ કરવા માટે જણાવવામાં આવ્યું છે.