ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં વડ સાવિત્રી પૂનમની કરાઇ ઉજવણી - Vad Savitri Poonam was celebrated

જિલ્લામાં આજે વિવિધ વિસ્તારોમાં વડસાવિત્રી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓએ વહેલી સવારથી નવા પરીધાન સાથે વિધિવત રીતે વડની પૂજા કરી અને પોતાના પતિદેવ માટે આયુષ્ય, આરોગ્ય અને તંદુરસ્તી માટેની મંગલ કામના કરી હતી.

વડ સાવિત્રી પૂર્ણિમાંની ઉજવણી કરતી મહીલાઓ
વડ સાવિત્રી પૂર્ણિમાંની ઉજવણી કરતી મહીલાઓ

By

Published : Jun 5, 2020, 4:00 PM IST

વલસાડ : જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ ગ્રામીણ કક્ષાએ આજે વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે વહેલી સવારથી જ અનેક સ્થળોએ આવેલા વડના ઝાડ નીચે મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરી અને પોતાના પતિદેવ માટે લાંબા આયુષ્યની મંગલ કામના કરી હતી.

વડ સાવિત્રી પૂર્ણિમાંની ઉજવણી કરતી મહીલાઓ

વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં તેમજ અનેક ગ્રામીણ કક્ષાએ વિવિધ દેવાલયોની બહાર આવેલા વડના ઝાડ નીચે આજે શુક્રવારે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઇને વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરી હતી.


ABOUT THE AUTHOR

...view details