ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તરાયણ સ્પેશિયલઃ માંજો, મજા અને મથામણ..! - uttrayan update

વલસાડઃ આ રંગબેરંગી ફિરકીઓ, તલ સાંકળી અને લાડુની મીઠાસ અને કાયપો છે ની ચીચયારી વચ્ચે આપણે સૌ પક્ષીઓ અને વાહનચાલકોની ચિંતા કરીએ છે. ગુજરાત સરકારે તો પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન શરુ કર્યુ છે. આ તમામ જનજાગૃતિના કાર્યક્રમોના કેન્દ્રમાંથી એ વ્યકિત ગાયબ છે જે માંજો બનાવી આપે છે.

ઉત્તરાયણ સ્પેશિયલઃ માંજો, મજા અને મથામણ..!
ઉત્તરાયણ સ્પેશિયલઃ માંજો, મજા અને મથામણ..!

By

Published : Jan 14, 2020, 3:27 AM IST

Updated : Jan 14, 2020, 4:01 AM IST

પતંગ ચગાવતી વખતે દોરાથી હાથ કે આંગળીઓમાં જરા પણ કાપો પડે તો ચીસ પડી જાય. એક ઉહકારો નીકળી જાય. પંતગ ચગાવવાવાળાની જો આવી હાલત હોય તો જે લોકો માંજો બનાવે છે તેમનું શું? આ સવાલનો જવાબ મેળવવા etv Bharat ની ટીમ પહોંચી હતી એવા વેપારી પાસે જેમની ત્રણ પેઢી આ કામગીરી સાથે સંકળાયેલી છે.

ઉત્તરાયણ સ્પેશિયલઃ માંજો, મજા અને મથામણ..!

બીજાની પતંગ કાપવા આપણે ધારદાર માંજો પીવડાવીએ છીએ. માંજો બનાવવા માટે કાંચનો ભૂકો અને વિવિધ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરાઈ છે. માંજો બનાવતી વખતે કારીગરના હાથમાં કાપા પણ પડી જાય છે. હાથમાં પડી જતા ચીરાઓના દર્દથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અનેક મુશ્કેલીઓ પડે છે. જમતી વખતે ચમચીઓનો ઉપયોગ કરવો પડે. પરંતુ પહેલાની સરખામણીમાં હાથ કપાઈ જવાનું પ્રમાણ ઘટ્યુ છે. જે ટેકનોલોજીને આભારી છે. કારીગરો હવે વાહનની ટ્યુબનું આવરણ આંગળીઓ પર પહેરાઈ છે. છતાં કેટલીક વાર હાથ અને આંગળીઓ કપાઈ જાય છે. માંજો બનાવતી વખતે પહેલાના સમયમાં સતત ચક્ર ફેરવવું પડતું પરંતુ મોટરનો ઉપયોગ શરુ થતાં કારીગરોને એ તકલીફમાંથી પણ મુક્તિ મળી છે.

ઉત્તરાયણ સ્પેશિયલઃ માંજો, મજા અને મથામણ..!
ઉત્તરાયણ સ્પેશિયલઃ માંજો, મજા અને મથામણ..!

પતંગ કાપતી વખતે જેટલી મજા આવતી હોય એટલી જ પીડા માંજો બનાવતી વખતે પણ થાય છે. પરંતુ પાપી પેટ માટે અને પરિવારનું ગુજરાન ચલાવવા માણસ ગમે તેવી તકલીફો અને પીડામાંથી પસાર થવા તૈયાર હોય છે. માંજો પિવડાવવાના ધંધા સાથે સંકળાયેલા લોકો તેનું વાજબી ઉદાહરણ છે.

Last Updated : Jan 14, 2020, 4:01 AM IST

ABOUT THE AUTHOR

...view details